સમન્થાની લેટેસ્ટ સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેના હાથમાં રિંગ જોવા મળી છે
સમન્થા રુથ પ્રભુ
સમન્થા રુથ પ્રભુ ફરી એક વાર ફિલ્મ નિર્માતા રાજ નિધિમોરુ સાથેની તેની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. સમન્થાની લેટેસ્ટ સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેના હાથમાં રિંગ જોવા મળી છે જે હાઇલાઇટ થઈ રહી છે. આ તસવીરને કારણે સમન્થા અને રાજે સીક્રેટ સગાઈ કરી લીધી હોવાની ચર્ચા ચાલી છે.
સમન્થા કે રાજે હજી સુધી આ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ બન્ને જાહેરમાં અનેક વાર સાથે જોવા મળે છે. માનવામાં આવે છે કે સમન્થા ટૂંક સમયમાં તેમના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરશે. જોકે હાલમાં બન્નેએ આ વિશે કંઈ પણ ન કહેવાનું પસંદ કર્યું છે.


