° °

આજનું ઇ-પેપર
Thursday, 23 March, 2023


સલમાનને મળ્યો ધમકીભર્યો મેલ, પોલીસે લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી વિરુદ્ધ નોંધી FIR

19 March, 2023 09:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેઇલ 18 માર્ચના આવ્યો હતો. આમાં સલમાન ખાન (Salman Khan)ને કહેવામાં આવ્યું છે કે તેમની સાથે ગોલ્ડી બરાર (Goldy Brar)ને વાત કરવી છે.

સલમાન ખાન (ફાઈલ તસવીર)

સલમાન ખાન (ફાઈલ તસવીર)

બૉલિવૂડ સ્ટાર સલમાન ખાનને ધમકીભર્યો ઈમેઈલ મોકલવામાં આવ્યો છે. આ ઈમેઇલ 18 માર્ચના આવ્યો હતો. આમાં સલમાન ખાન (Salman Khan)ને કહેવામાં આવ્યું છે કે તેમની સાથે ગોલ્ડી બરાર (Goldy Brar)ને વાત કરવી છે. સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજાલકરની ફરિયાદ પર રવિવાર (19 માર્ચ)ના રોજ મુંબઈ પોલીસે (Mumbai Police) ગેન્ગસ્ટર ગોલ્ડી બરાર અને લૉરેન્સ બિશ્નોઈ  (Lawrence Bishnoi) વિરુદ્ધ  IPCની કલમ 120 (B), 34 અને 506 (2)હેઠળ કેસ નોંધ્યો છે.

મોહિત ગર્ગની આઈડી પરથી મોકલવામાં આવેલા ઇમેઈલમાં કહેવામાં આવ્યું છે કે તારા બૉસ સલમાન ખાન સાથે ગોલ્ડી ભાઈ (ગોલ્ડી બરાર)ને વાત કરવી છે. લૉરેન્સ બિશ્નોઈનો ઈન્ટરવ્યૂ તો જોઈ જ લીધો હશે, નહીં જોયો હોત તો કહી દેજે કે જોઈ લે. મેટર ક્લોઝ કરવી છે તો વાત કરાવી દેજે. ફેસ ટૂ ફેસ વાત કરવી હોય તો જણાવી દેજે. હવે સમયસર જણાવી દીધું છે, બીજીવાર ઝટકો જ જોવા મળશે.

લૉરેન્સ બિશ્નોઈએ જેલમાંથી આપ્યો હતો ઈન્ટરવ્યૂ
તાજેતરમાં જ લૉરેન્સ બિશ્નોઈએ એબીપી ન્યૂઝને જેલમાંથી આપેલા ઈન્ટરવ્યૂમાં પણ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે એબીપી ન્યૂઝના `ઑપરેશન દુર્દાંત`માં કહ્યું કે હરણની હત્યાને લઈને તેણે માફી માગવી પડશે. તે બીકાનેરમાં અમારા મંદિરમાં જઈને માફી માગી લે. હાલ તો હું ગુંડો નથી, પણ સલમાન ખાનને મારીને ગુંડો બની જઈશ. મારા જીવનનું લક્ષ્ય સલમાન ખાનને મારવાનું છે. સુરક્ષા હટતા જ સલમાન ખાનની હત્યા કરી દઈશ.

આ પણ વાંચો : સલમાન, શાહરુખ અને અક્ષયકુમાર એક કૉલના અંતરે છે : અજય દેવગન

`પૈસા માટે નહીં, હેતુ માટે મારી નાખીશું`
લૉરેન્સ બિશ્નોઈએ કહ્યું કે મારા મનમાં સલમાન ખાન વિરુદ્ધ બાળપણથી જ ગુસ્સો છે. તેણે અમારા સમાજને ખૂબ જ નીચું બતાવ્યું છે. અમારી જીવોને લઈને ઘણી માન્યતાઓ છે. સલમાનને ખૂબ જ અહંકાર છે, અમે તેનો અહંકાર તોડી દેશું. તેણે અમારા સમાજના લોકોને પૈસા પણ ઑફર કર્યા હતા. અમે તેને પૈસા માટે નહીં પણ અમારા હેતુ માટે મારી નાખીશું.

19 March, 2023 09:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

‘જવાન’માં જોવા મળશે સંજય દત્ત?

મુંબઈમાં ચાર-પાંચ દિવસ શાહરુખ અને સંજય દત્ત સાથે શૂટિંગ કરવાના છે.

21 March, 2023 04:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘જવાન’ પોસ્ટપોન થઈ તો ‘ડંકી’ પણ થશે?

ડંકી’ આ વર્ષે બાવીસમી ડિસેમ્બરે રિલીઝ થશે

21 March, 2023 04:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

જાનની ધમકીથી નથી ડરતો સલમાન ખાન, કહ્યું- "જે થશે જોયુ જશે"

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન (Salman Khan )ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જોકે ધમકી બાદથી તેમની ઘરની બહાર પોલીસને ચુસ્ત બંદોબસ્ત છે, પરંતુ સલમાન ખાન ધમકીથી ડરતા નથી...

21 March, 2023 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK