Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પોતાની ફિલ્મોની આલોચના કરતાં વિવેચકો પર ભડક્યો સલમાન, કહી દીધું આવું...

પોતાની ફિલ્મોની આલોચના કરતાં વિવેચકો પર ભડક્યો સલમાન, કહી દીધું આવું...

25 July, 2019 08:31 PM IST | મુંબઈ ડેસ્ક

પોતાની ફિલ્મોની આલોચના કરતાં વિવેચકો પર ભડક્યો સલમાન, કહી દીધું આવું...

સલમાન ખાન (ફાઇલ ફોટો)

સલમાન ખાન (ફાઇલ ફોટો)


હવે સલમાન ખાનની દબંગ 3 રિલીઝ થવાની છે જે આ વર્ષે ક્રિસમસના અવસરે આવી રહી છે. દબંગ એક સફળ સીરીઝ છે.

સલમાન ખાને ફરી એકવાર ફિલ્મ સમીક્ષકો પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે. એક ફિલ્મ મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું કે તેને સમીક્ષકોની રેટિંગથી કોઇ જ ફરક નથી પડતો.



સલમાન ખાનની ફિલ્મોને આમ પણ ક્રિટિક પ્રૂફ કહેવામાં આવે છે. સમીક્ષકો ભલે કેટલી પણ રેટિંગ આપે. સલમાનની ફિલ્મો બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી જ લેતી હોય છે. તેની લેટેસ્ટ ફિલ્મ ભારતે બૉક્સ ઑફિસ પર 200 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાનને આ વિશે પૂછવામાં આવ્યું કે તેની ફિલ્મો બૉક્સ ઑફિસ પર સારુ કલેક્શન કરે છે. તે છતાં તેની આલોચના કરવામાં આવે છે. આ વિશે દબંગ ખાને કહ્યું કે તેની ફિલ્મને લઇને કોણ શું કહે છે, તેનાથી તેને પોતાને કોઈ ફરક પડતો નથી. કેટલાક લોકો ફિલ્મને 5 સ્ટાર આપે છે તો કેટલાકની રેટિંગ માઇનસમાં જતી હોય છે. સલમાને આગળ કહ્યું કે પોતે તો કોઇ ફિલ્મ બનાવી નથી, જેણે બનાવી છે તે ખૂબ જ ખરાબ રીતે પછડાઇ છે. સમીક્ષક જે ઇચ્છે તે લખી શકે છે, પણ બેદરકાર ન બનવું અને કોઈની મહેનતનું મજાક ન બનાવવું. દર્શકોને એ નક્કી કરવા દો. એટલીસ્ટ તેમને સિનેમાઘરોમાં જવા દો.


આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીની આ ગ્લેમરસ તસવીરો, જેને જોઇને તમારી નજર નહીં હટે...

જણાવીએ કે સલમાન ખાનની ફિલ્મોની ઘણીવાર તેના કોન્ટેન્ટ માટે આલોચના થતી હોય છે. પણ, સલમાન બૉક્સ ઑફિસ દ્વારા તેને જવાબ આપતા રહે છે. સલમાનની હવે દબંગ 3 રિલીઝ થશે, જે આ વર્ષે ક્રિસમસના અવસરે આવી રહી છે. દબંગ એક સફળ સીરીઝ છે, જેમાં સલમાન પોલીસ ઑફિસરના પાત્રમાં જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2019 08:31 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK