Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરે યાર, હું મારા વિશે વાત નહોતો કરી રહ્યો

અરે યાર, હું મારા વિશે વાત નહોતો કરી રહ્યો

Published : 20 May, 2026 10:35 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયામાં એકલતા વિશે કરેલી પોસ્ટના મામલે સ્પષ્ટતા કરી સલમાન ખાને

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


સલમાન ખાને હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાની એક તસવીર શૅર કરીને એકલા રહેવા અને એકલતા સાથે રહેવા વિશે પોસ્ટ કરી હતી. સલમાનની આ પોસ્ટ જોઈને તેના ફૅન્સ અને મમ્મી સલમા ખાન પણ ચિંતામાં મુકાઈ ગયાં હતાં. હવે આ મામલે સલમાને પ્રતિક્રિયા આપીને સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે.

સલમાને પોતાની ચર્ચાસ્પદ પોસ્ટ વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘અરે યાર, હું મારા વિશે વાત નહોતો કરી રહ્યો. જ્યારે મારી પાસે આટલો મોટો અને અદ્ભુત પરિવાર તેમ જ મિત્રો છે ત્યારે હું એકલો કેવી રીતે હોઈ શકું? જ્યારે તમે બધા છો, તમારી દુઆ અને શુભેચ્છા છે ત્યારે હું એકલતા કેવી રીતે અનુભવી શકું? જો આવું થાય તો હું દુનિયાનો સૌથી મોટો કૃતઘ્ન માણસ બની જઈશ.’



પોતાની પોસ્ટમાં સલમાને એવું પણ જણાવ્યું કે તેની મમ્મી પણ આ પોસ્ટ અને લોકોની પ્રતિક્રિયાઓને કારણે ચિંતિત થઈ ગઈ હતી. તેણે આગળ લખ્યું કે ક્યારેક લોકો સાથે રહીને થાકી જાઉં છું, એટલે થોડો સમય પોતાને માટે જોઈએ બસ.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK