Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એકલા રહેવું અને એકલતા સાથે રહેવું

એકલા રહેવું અને એકલતા સાથે રહેવું

Published : 19 May, 2026 10:39 AM | Modified : 19 May, 2026 10:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શર્ટલેસ તસવીર પોસ્ટ કરીને સલમાન ખાને પોતાની રીતે રહેવાના બે રસ્તા જણાવ્યા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


60 વર્ષના સલમાન ખાને રવિવારે સોશ્યલ મીડિયા પર શર્ટલેસ ફોટો શૅર કર્યો. આ તસવીરમાં સલમાન આરામ કરતો દેખાય છે અને સાથે દેખાય છે તેનું સુપરફિટ બૉડી. આ તસવીર સાથે સલમાને જીવન વિશેની પોતાની ફિલોસૉફી વ્યક્ત કરી છે. સલમાને લખ્યું છે, ‘હું, પોતે અને ફક્ત હું... પોતાની રીતે રહેવાના બે રસ્તા હોય છે, એકલા રહેવું અને એકલતા સાથે રહેવું. એકલા રહેવું એ પોતાની પસંદ હોય છે, પરંતુ એકલતા ત્યારે અનુભવાય છે જ્યારે કોઈ તમારી સાથે રહેવા માગતું નથી. હવે આનાથી આગળ તમારે જાતે સમજવાનું છે કે તમારે શું કરવું જોઈએ.’

સલમાન ખાનની શર્ટલેસ તસવીર પર ઍક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કરેલી કમેન્ટ વાઇરલ




સલમાન ખાને હાલમાં સોશ્યલ મીડિયા પર પોતાની શર્ટલેસ તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં ૬૦ વર્ષના સલમાનના સુપરફિટ બૉડીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું અને ફૅન્સને તેનો આ લુક બહુ પસંદ પડ્યો હતો. હવે સલમાનની આ તસવીર પર તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીએ કરેલી કમેન્ટ ચર્ચામાં આવી છે. સંગીતાએ આ તસવીર પર ‘ઉફ્ફ’ લખીને ફાયર ઇમોજી પોસ્ટ કર્યાં હતાં. આ પછી કમેન્ટ ઝડપથી વાઇરલ થઈ ગઈ. સલમાનની આ તસવીર પર તેની ગર્લફ્રેન્ડ યુલિયા વૅન્ટુર અને ઐશ્વર્યા રાય બચ્ચનની ડુપ્લિકેટ ગણાતી ઍક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલે પણ કમેન્ટ કરી હતી.

હકીકતમાં એક સમય એવો હતો જ્યારે સલમાન અને સંગીતા બૉલીવુડનું ચર્ચિત કપલ ગણાતું હતું અને ૧૦ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી બન્ને લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં. રિપોર્ટ પ્રમાણે એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે બન્નેનાં લગ્નનાં કાર્ડ છપાઈ ગયાં હતાં પણ છેલ્લી ઘડીએ બન્ને અલગ થઈ ગયાં હતાં. જોકે આ પછી પણ સલમાન અને સંગીતા વચ્ચે સારી મિત્રતા અને પરસ્પર સન્માન જોવા મળે છે.


સલમાનને ત્યાં સાપ પરોણો

સલમાન ખાનના બાંદરા બૅન્ડ-સ્ટૅન્ડ પર આવેલા નિવાસસ્થાન ગૅલૅક્સી અપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ગઈ કાલે સાંજે ૭ વાગ્યાની આસપાસ ધામણ જાતિનો સાપ દેખાયો હતો. તરત જ સર્પમિત્ર વિકી પાંડેને બોલાવવામાં આવ્યો હતો. વિકી પાંડેએ એ સાપ પકડી લીધો હતો. એ વખતે અપાર્ટમેન્ટની સિક્યૉરિટી કરી રહેલા પોલીસ-કર્મચારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા. વિકી પાંડેના કહેવા મુજબ એ બિનઝેરી સાપ હતો. જોકે સાપને જોઈને લોકો ડરી ગયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK