Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરશે?

સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કરશે?

21 February, 2023 04:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ આ બન્ને ૧૯૯૪માં આવેલી કૉમેડી ‘અંદાઝ અપના અપના’માં સાથે દેખાયા હતા

આમિર ખાન

આમિર ખાન


આમિર ખાને સલમાન ખાનને ફિલ્મની ઑફર કરી છે એવું જાણવા મળ્યું છે. અગાઉ આ બન્ને ૧૯૯૪માં આવેલી કૉમેડી ‘અંદાઝ અપના અપના’માં સાથે દેખાયા હતા. એથી ફરીથી સલમાન સાથે કામ કરવાની ઇચ્છા હોવાથી આમિરે તેને સ્પૅનિશ ફિલ્મ ‘કૅમ્પેન્સ’ની રીમેકની ઑફર કરી છે. કૅમ્પેન્સ એટલે ચૅમ્પિયન થાય છે. એ વિશે બન્ને વચ્ચે ઘણી ચર્ચાઓ પણ થઈ છે. સલમાનને ફિલ્મનો વિષય પસંદ પડ્યો છે. તેણે આમિર સાથે શૂટિંગ શેડ્યુલ, લોકેશન્સ અને અન્ય બાબતોને લઈને પણ ચર્ચા કરી છે. બન્નેની ઇચ્છા છે કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂનથી શરૂ કરવામાં આવે. જોકે સલમાને હજી સુધી ફિલ્મની ડીલ સાઇન નથી કરી. હજી તે આમિર તરફથી ફાઇનલ નરેશનની રાહ જોઈ રહ્યો છે. આમિર ૧૪ માર્ચે તેના બર્થ-ડે નિમિત્તે ફિલ્મ વિશેની જાહેરાત કરી શકે છે. જો બધું સમુંસૂતરું પાર પડ્યું તો બન્નેના ફૅન્સને આ ગજબની જોડીનું કામ જોવા મળશે. સલમાન આ ફિલ્મમાં ઍક્ટિંગ કરશે અને આમિર માત્ર ફિલ્મને પ્રોડ્યુસ કરવા પર જ ધ્યાન આપશે. ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2023 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK