મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે અને એ રોમૅન્ટિક-ઍક્શન મૂવી હશે
અહાન પાંડે
‘સૈયારા’ પછી અહાન પાંડેએ બીજી કોઈ ફિલ્મ સાઇન કરી હોવાના સત્તાવાર સમાચાર નથી મળ્યા, પણ દરરોજ જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે. તાજેતરમાં અહાન સંજય લીલા ભણસાલીની ઑફિસની બહાર જોવા મળ્યો હતો અને હવે મીડિયા-રિપોર્ટ પ્રમાણે તેને યશરાજ ફિલ્મ્સના આગામી પ્રોજેક્ટ માટે સાઇન કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે અને એ રોમૅન્ટિક-ઍક્શન મૂવી હશે.


