અહાન પાંડે હાલમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ઑફિસની બહાર જોવા મળ્યો હતો અને એ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે
સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી તસવીરો
‘સૈયારા’ સ્ટાર અહાન પાંડે હાલમાં ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ઑફિસની બહાર જોવા મળ્યો હતો અને એ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તે ફિલ્મમેકરની આગામી ફિલ્મમાં કામ કરે એવી શક્યતા છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી વિડિયો-ક્લિપમાં અહાન સફેદ મર્સિડીઝમાંથી ઊતરીને ઝડપથી સંજય લીલા ભણસાલીની ઑફિસના બિલ્ડિંગમાં એન્ટ્રી લેતો જોવા મળે છે. જોકે આ મામલે અહાન કે સંજય લીલા ભણસાલીએ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.


