° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


‘વિક્રમ વેધા’ માટે રિયલ હથિયારથી પ્રૅક્ટિસ કરી હતી સૈફ અલી ખાન

22 September, 2022 12:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે જેને ગાયત્રી-પુષ્કરે ડિરેક્ટ કરી છે

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

‘વિક્રમ વેધા’ માટે સૈફ અલી ખાન રિયલ હથિયારથી પ્રૅક્ટિસ કરી રહ્યો હતો. આ ફિલ્મમાં તે પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવી રહ્યો છે. તેના રોલ માટે તેણે હથિયાર ચલાવવાનાં હતાં. આ કારણસર તેણે ઘણી પ્રૅક્ટિસ કરવી પડી હતી. આ ફિલ્મમાં તેની સાથે હૃતિક રોશન પણ છે. આ ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે જેને ગાયત્રી-પુષ્કરે ડિરેક્ટ કરી છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં મોટા ભાગે વાઇટ ટી-શર્ટમાં જ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માટે તેણે રિયલ ગન્સથી પ્રૅક્ટિસ કરવાની સાથે બંદૂકના અવાજ અને બંદૂકના મેકૅનિઝમને સમજવા માટે ઘણી પ્રૅક્ટિસ કરી હતી. પોલીસ કેવી રીતે બંદૂક પકડે છે એ માટે પણ તેણે ખૂબ જ ધ્યાન આપ્યું હતું. આ વિશે પુષ્કર-ગાયત્રીએ કહ્યું કે ‘સ્ક્રિપ્ટની ડિમાન્ડ હોવાથી અમે ઇચ્છતાં હતાં કે સૈફ એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટનો જે પર્સોના હોય એ હૂબહૂ નિભાવે. આ પાત્ર માટે તેણે જે રિસર્ચ કર્યું હતું એનાથી અમે પણ આશ્ચર્યચકિત રહી ગયાં હતાં. તેણે રિયલ હથિયારોને લઈને પ્રૅક્ટિસ કરવાની સાથે ગનને સમજવાની ડ્રિલનો પણ એમાં સમાવેશ થાય છે. ​સૈફે ઘણી મહેનત કરી હતી અને ટ્રેલરમાં તેનું જુનૂન જોવા મળે છે.’

22 September, 2022 12:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

`દ્રશ્યમ 2`નો ફર્સ્ટ લુક આવ્યો સામે, હવે ખુલશે આ મોટું રહસ્ય

અજયે આ પોસ્ટ શેર કરી છે

28 September, 2022 07:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

વિસ્તારા ઍરલાઇનની સર્વિસથી રોષે ભરાયો રાહુલ બોઝ

બિઝનેસ ક્લાસના પૅસેન્જર્સ માટે લાઉન્જની સુવિધા ન હોવાથી તે ખૂબ અકળાઈ ગયો હતો

28 September, 2022 03:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ગીતોને રીક્રીએટ કરો, પરંતુ એને ફાલતુ ન બનાવો : ફાલ્ગુની પાઠક

ફાલ્ગુનીના ‘મૈંને પાયલ હૈ છનકાઈ’નું રીમિક્સ બનાવવામાં આવ્યું છે અને એને નેહા કક્કરે ગાયું છે

28 September, 2022 03:41 IST | Mumbai | Falguni Jadia Bhatt

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK