હૉલીવુડની સેલિબ્રિટીઝ સાથે આલિયા , એન્ગેજમેન્ટની વાત ફગાવ્યા બાદ શિવાંગી સાથે થાઇલૅન્ડમાં વેકેશન માણી રહ્યો છે કુશાલ
સૈફ અલી ખાન અને પત્ની કરીના કપૂર ખાન
સૈફ અલી ખાને તેની પત્ની કરીના કપૂર ખાનનું ટૅટૂ મૉડિફાય કરાવ્યું છે. સૈફ અને કરીનાએ ૨૦૦૭માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. સૈફે ૨૦૦૮માં કરીનાના નામનું ટૅટૂ તેના હાથ પર ચીતરાવ્યું હતું. એ ટૅટૂને ૧૬ વર્ષ બાદ સૈફે હવે મૉડિફાય કરાવ્યું છે. આ ટૅટૂ તેણે કાયમ માટે મૉડિફાય કરાવ્યું છે કે પછી ટેમ્પરરી છે એ વિશે કોઈ માહિતી મળી નથી. આ ટૅટૂ મૉડિફાય કરાવ્યું હોવાથી તેમના લગ્નજીવનમાં પ્રૉબ્લેમ ચાલી રહ્યા હોવાની વાતો આવી હતી. જોકે સૈફે એ ટૅટૂ ફિલ્મ માટે બદલાવ્યું હોવાની ચર્ચા છે.
હૉલીવુડની સેલિબ્રિટીઝ સાથે આલિયા
આલિયા ભટ્ટ હાલમાં વિદેશની ઘણી ફૅશન-ઇવેન્ટમાં હાજરી આપી રહી છે. સોમવારે રાતે લંડનમાં યોજાયેલા ગુચી ક્રૂઝ 2025 ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ફૅશન-શો ગુચીનો છે જેની આલિયા બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. આ ઇવેન્ટમાં તે હૉલીવુડની અભિનેત્રી ડેમી મૂર સાથે જોવા મળી હતી. આ સાથે જ તેણે અમેરિકન સિંગર ડેબી હૅરી અને થાઇલૅન્ડની ઍક્ટ્રેસ દેવિકા હૂર્ને સાથે પણ જોવા મળી હતી. આ ઇવેન્ટના ઘણા ફોટો વાઇરલ થયા છે.
એન્ગેજમેન્ટની વાત ફગાવ્યા બાદ શિવાંગી સાથે થાઇલૅન્ડમાં વેકેશન માણી રહ્યો છે કુશાલ
શિવાંગી જોશી સાથે સગાઈ કરી રહ્યો હોવાની વાતને કુશાલ ટંડને ફગાવી દીધી હતી અને હવે તેઓ થાઇલૅન્ડમાં વેકેશન માણતાં જોવા મળ્યાં છે. આ બન્નેએ સિરિયલ ‘બરસાતેં - મૌસમ પ્યાર કા’માં સાથે કામ કર્યું હતું અને ત્યારથી તેમની વચ્ચે નઝદીકિયાં વધી હતી. પચીસ વર્ષની શિવાંગી અને ૩૯ વર્ષના કુશાલ વચ્ચે ઉંમરનો તફાવત હોવાથી તેઓ ચર્ચાનો વિષય બન્યાં હતાં. તેમણે બન્નેએ સગાઈની વાતને ફગાવી તો દીધી, પરંતુ તેમના વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ સાથે જોવા મળી રહ્યાં છે. કુશાલ થાઇલૅન્ડમાં માર્શલ આર્ટ્સની ટ્રેઇનિંગ લઈ રહ્યો છે.
તેમના વાઇરલ વિડિયોમાં બન્ને બૉક્સિંગ મૅચની મજા માણતાં જોવા મળ્યાં છે એથી ચર્ચા છે કે તેમણે ભલે સગાઈની વાતને ફગાવી દીધી હોય, પરંતુ તેઓ રિલેશનશિપમાં તો જરૂર છે જ.