સબા આઝાદ હ્રિતિકની ફેમિલી અને એક્સવાઈફ સુઝાન ખાનની પણ ખૂબ જ નજીક છે. બન્ને એકબીજાની પોસ્ટ પર કોમેન્ટમાં પ્રેમ દર્શાવતી રહે છે અને બન્નેને અનેકવાર સાથે જોવામાં આવ્યા છે.
સબા આઝાદ (ફાઈલ તસવીર)
સબા આઝાદ (Saba Azad) અને હ્રિતિક રોશન એકબીજાને ડેટ કરી રહ્યા છે એવી ચર્ચાઓ થઈ રહી છે, ત્યારથી સબા તેના ચાહકોની ફેવરિટ બની ગઈ છે. જોકે, બન્નેએ અત્યાર સુધી પોતાના સંબંધો વિશે કંઇ કહ્યું નથી, પણ રિપૉર્ટ્સ સાચા છે, કારણ કે હ્રિતિક રોશન અને સબા આઝાદ અનેકવાર એકબીજાનો હાથ પકડીને સાથે દેખાયા છે. તાજેતરમાં જ કરણ જોહરના 50મા જન્મદિવસે પણ બન્નેએ રેડ કાર્પેટ પર સાથે વૉક કરી હતી. સબા આઝાદ હ્રિતિકની ફેમિલી અને એક્સવાઈફ સુઝાન ખાનની પણ ખૂબ જ નજીક છે. બન્ને એકબીજાની પોસ્ટ પર કોમેન્ટમાં પ્રેમ દર્શાવતી રહે છે અને બન્નેને અનેકવાર સાથે જોવામાં આવ્યા છે.
સબાએ તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ મિનિમમના સેટ પરથી પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. શૉર્ટ વીડિયોમાં સબાએ પોતાને જોતાં મિરર સેલ્ફી લીધી છે. આ વીડિયો પર સુઝાને પહેલા કોમેન્ટ કરી છે. તેણે લખ્યું, "વાહ સાબૂ." જવાબમાં સબાએ સુઝાનનું નિક નેમ લઈને કહ્યું, "થેન્ક્ માય સૂઝલૂ."
ADVERTISEMENT
જણાવવાનું કે સુઝાન ખાન હ્રિતિકની પહેલી પત્ની છે અને બન્નેને બે દીકરા છે. હાલ તે અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાના સંબંધો ઑફિશિયલ કર્યા હતા. સુઝાન પોતાના ઇન્ટીરિયર ડિઝાઇનિંગ પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત છે, તો સબા મિનિમમનો ભાગ બનવા માટે તૈયાર છે, જેમાં નમિત દાસ, ગીતાંજલિ કુલકર્ણી અને અન્ય કલાકાર રહેશે.
આ પ્રૉજેક્ટ વિશે વાત કરતા સબાએ લખ્યું, "લૉરી કદાચ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ચરિત્ર છે. આ રોલ મને ખૂબ જ પસંદ આવ્યો છે અને એક એક્ટર તરીકે આમાં મારી ક્ષમતાઓ વિશે ખબર પડશે."


