રિહાના પ્રેગ્નન્ટ છે અને તે તેના બેબી બમ્પ સાથે જોવા મળી હતી

‘નાટુ નાટુ’ના સિંગર્સ કાલભૈરવ અને રાહુલ સિપ્લિગંજે ઑસ્કર અવૉર્ડ્સમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેઓ ગ્લોબલ સિંગર રિહાનાને મળ્યા હતા
‘નાટુ નાટુ’ના સિંગર્સ કાલભૈરવ અને રાહુલ સિપ્લિગંજે ઑસ્કર અવૉર્ડ્સમાં હાજરી આપી હતી. તેમણે આ ઇવેન્ટમાં ફૅન બૉય-મોમેન્ટનો એહસાસ પણ કર્યો હતો, કારણ કે તેઓ ગ્લોબલ સિંગર રિહાનાને મળ્યા હતા. બેસ્ટ ઓરિજિનલ સૉન્ગની કૅટેગરીમાં ‘નાટુ નાટુ’ની સાથે રિહાનાનું ગીત ‘લિફ્ટ મી અપ’ પણ નૉમિનેટ થયું હતું. રિહાના પ્રેગ્નન્ટ છે અને તે તેના બેબી બમ્પ સાથે જોવા મળી હતી. તેમની સાથે ‘નાટુ નાટુ’નો ગીતકાર ચંદ્રબોઝ પણ જોવા મળ્યો હતો. કાલભૈરવે ફોટો શૅર કરીને ટ્વીટ કર્યું હતું કે ‘અમે જ્યારે તેમને મળ્યા ત્યારે મારી પાસે શબ્દો નહોતા. હું હંમેશાં રિહાનાનાં ગીત સાંભળું છું અને તેનાથી પ્રેરિત પણ ખૂબ જ થયો છું. ક્વીન રિહાના મારી પ્રેરણા છે. હું તેમને કહેવા માગતો હતો કે મને તેમનું ‘સ્ટે’ ખૂબ જ પસંદ છે અને મેં લાખો વાર એ સાંભળ્યું હશે. આ મેમરી હંમેશાં મારી સાથે ‘સ્ટે’ કરશે.’
રાહુલે ટ્વીટ કર્યું હતું કે ‘એકદમ દિલદાર અને અદ્ભુત મહિલા સાથે મારી મુલાકાત થઈ હતી. તેની વિનમ્રતાને જોઈને હું હજી પણ શૉકમાં છું. રિહાના જમીનથી જોડાયેલી માણસ છે. અમારી ઑસ્કરની જીત અને અમારા પર્ફોર્મન્સનાં વખાણ કરવા માટે આભાર. મારા માટે આ ખૂબ જ ઇમોશનલ મોમેન્ટ હતી.’