ફિલ્મમાં અજય દેવગન અને દીપિકા પાદુકોણ સ્પેશ્યલ રોલમાં જોવા મળશે.

રણવીર સિંહની ‘સર્કસ
રણવીર સિંહની ‘સર્કસ’ ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. એની જાહેરાત સોશ્યલ મીડિયામાં કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં રણવીર સાથે જૉની લીવર, સંજય મિશ્રા, વરુણ શર્મા અને સિદ્ધાર્થ જાધવ પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મમાં અજય દેવગન અને દીપિકા પાદુકોણ સ્પેશ્યલ રોલમાં જોવા મળશે. ટીમને જોઈને અંદાજ આવી જાય છે કે આ ફિલ્મ લોકોને ભરપૂર હસાવશે અને એમાં કોઈ શંકા નથી. ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી, ‘આ કૉમેડીના બાદશાહ છે. આ ક્રિસમસ દરમ્યાન ‘સર્કસ’ રિલીઝ થવાની છે.’