ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયા પર માહિતી આપી છે
`રાજા શિવાજી`નો સીન
રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’એ બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે ૨૦૧૬માં રિલીઝ થયેલી ‘સૈરાટ’ના અંદાજે ૧૧૦ કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડીને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
ફિલ્મના મેકર્સે સોશ્યલ મીડિયા પર માહિતી આપી છે કે ‘રાજા શિવાજી’એ રિલીઝ બાદ અત્યાર સુધી વિશ્વભરમાં કુલ ૧૧૪.૮ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. મેકર્સના જણાવ્યા અનુસાર બે અઠવાડિયાં અને ત્રીજા વીકએન્ડ બાદ ફિલ્મે ભારતમાં ૧૦૯.૯ કરોડ રૂપિયા અને વિદેશોમાં ૪.૯ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જિયો સ્ટુડિયોઝે સોશ્યલ મીડિયા પર ફિલ્મનું કલેક્શન શૅર કરતાં ‘રાજા શિવાજી’ને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી મરાઠી ફિલ્મ ગણાવી છે.
