રિતેશના ખોળામાં બેસીને નાસ્તો કરાવતી જોવા મળી જેનેલિયા:રિતેશ દેશમુખે પત્ની જેનેલિયા દેશમુખ સાથેની બ્રેકફાસ્ટ ડેટની સુંદર તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં જેનેલિયા રિતેશના ખોળામાં બેસીને તેને નાસ્તો કરાવતી જોવા મળે છે.
રિતેશ દેશમુખ અને જેનેલિયા
રિતેશ દેશમુખે પત્ની જેનેલિયા દેશમુખ સાથેની એક તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તસવીરમાં જેનેલિયા અને રિતેશ એક રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કરતાં જોવા મળે છે. આ તસવીરની ખાસ વાત એ છે કે જેનેલિયા પતિ રિતેશના ખોળામાં બેઠી છે અને પોતાના હાથે તેને નાસ્તો કરાવી રહી છે. ગઈ કાલે સવારે શૅર કરવામાં આવેલી આ તસવીર જોતજોતાંમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. રિતેશે આ પોસ્ટ સાથે કૅપ્શન લખી છે કે ‘બે લોકોનું ટેબલ, પણ ખુરસી એક.’ રિતેશ અને જેનેલિયા સોશ્યલ મીડિયા પર આવી અનોખી પોસ્ટ શૅર કરતાં રહે છે અને એને ફૅન્સ બહુ પસંદ કરે છે.
