એક સમયે દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી થયેલી રિયા ચક્રવર્તીનું નામ સુશાંત ડેથ કેસમાં પણ ઘણું ખરડાયું હતું. રિયાને આ મામલામાં ક્લીન ચિટ મળી હોવા છતાં સુશાંતના ચાહકો તેને ઘણી વખત ટ્રોલ કરે છે.
રિયા ચક્રવર્તી
એક સમયે દિવંગત ઍક્ટર સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી થયેલી રિયા ચક્રવર્તીનું નામ સુશાંત ડેથ કેસમાં પણ ઘણું ખરડાયું હતું. રિયાને આ મામલામાં ક્લીન ચિટ મળી હોવા છતાં સુશાંતના ચાહકો તેને ઘણી વખત ટ્રોલ કરે છે. આ સંજોગોમાં સોશ્યલ મીડિયામાં સક્રિય રિયાએ હવે એનાથી થોડું અંતર રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રિયાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક નવી પોસ્ટ શૅર કરીને લખ્યું હતું કે ‘હાલના સમયમાં હું મારી જાતને ખૂબ જ મિસ કરી રહી છું. સતત અવાજ અને સ્ક્રોલિંગ હવે મારી અપેક્ષા કરતાં વધુ ભારે લાગવા લાગ્યું છે. મને એ ક્ષણોમાં જીવવાનું યાદ આવે છે જ્યાં એને કૅપ્ચર કરવાની ચિંતા ન હોય. હવે મને એકાંત અને શાંતિની ખોટ અનુભવાય છે. એટલે હવે મેં થોડા સમય માટે પાછળ હટી જવાનો નિર્ણય લીધો છે, જેથી વાસ્તવિકતાને થોડી વધુ નજીકથી સમજી શકું. હવે પોસ્ટ કરેલી પળો કરતાં એને જીવી લેવાનો આનંદ માણવા માગું છું. જલદી ફરી મળીશું.’
