રેમો ડિસોઝાનું કહેવું છે કે નોરા ફતેહી બૉલીવુડની નંબર વન ફીમેલ ડાન્સર છે. નોરા તેના ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે.
રેમો ડિસોઝા-નોરા ફતેહી
રેમો ડિસોઝાનું કહેવું છે કે નોરા ફતેહી બૉલીવુડની નંબર વન ફીમેલ ડાન્સર છે. નોરા તેના ડાન્સ માટે ખૂબ જ જાણીતી છે. તેણે વરુણ ધવન સાથેની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મને રેમો ડિસોઝાએ ડિરેક્ટ કરી હતી. તે હવે વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ સાથેની ‘ક્રૅક’ અને એ સિવાય ‘મટકા’, ‘ડાન્સિંગ ડૅડ’ અને ‘મડગાઉ એક્સપ્રેસ’માં જોવા મળવાની છે. તે હાલમાં રેમો સાથે ‘હિપ હોપ ઇન્ડિયા’ને જજ કરી રહી છે. નોરાએ આ શોના ફિનાલેમાં પર્ફોર્મ કર્યું હતું. આ પર્ફોર્મન્સ બાદ નોરા વિશે વાત કરતાં રેમોએ કહ્યું કે ‘મેલ ડાન્સરમાં બધાને ખબર છે કે નંબર વન પર કોણ આવે છે. હૃતિક રોશન. ફીમેલ ડાન્સરમાં આ પર્ફોર્મન્સ બાદ નોરા ફતેહી ફીમેલ નંબર વન ડાન્સર છે એમ કહેવું કંઈ ખોટું નથી.’


