Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જેનિફર પર ક્રશ છે રીમ શેખને

જેનિફર પર ક્રશ છે રીમ શેખને

Published : 15 February, 2024 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શો સોની લિવ પર ચાલી રહ્યો છે. એમાં કરણ વાહી પણ લીડ રોલમાં છે

જેનિફર વિન્ગેટ , રીમ શેખ

જેનિફર વિન્ગેટ , રીમ શેખ


જેનિફર વિન્ગેટ સાથે શો ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’માં રીમ શેખ જોવા મળે છે. રીમનું કહેવું છે કે તેને કો-સ્ટાર જેનિફર પર ક્રશ છે. આ શો સોની લિવ પર ચાલી રહ્યો છે. એમાં કરણ વાહી પણ લીડ રોલમાં છે. ગઈ કાલે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે જેનિફર પ્રત્યે પોતાની લાગણી શૅર કરતાં રીમ તેને પોતાની ગેલેન્ટાઇન બનાવવા માગે છે. ગૅલેન્ટાઇન એટલે મહિલાઓની ફ્રેન્ડશિપને સેલિબ્રેટ કરવાનો દિવસ. એને ૧૩ ફેબ્રુઆરીએ સેલિબ્રેટ કરવામાં આવે છે. જેનિફર વિશે રીમે કહ્યું હતું કે ‘હું દસ વર્ષની હતી ત્યારે જેનિફરને જોઈને મને લવ ઍટ ફર્સ્ટ સાઇટનો અનુભવ થયો હતો. આ વૅલેન્ટાઇન્સ ડેએ મને તેની પ્રશંસા કરવાની અને મારી ભાવના વ્યક્ત કરવાની તક મળી છે. નસીબે આ અદ્ભુત શોએ અમને બન્નેને સાથે લાવવાનું કામ કર્યું છે. પહેલી વખત હું સેટ પર પહોંચી તો મારી અંદરની ફૅન ગર્લ ખૂબ ઉત્સુક બની ગઈ હતી, પરંતુ મારે તો બહારથી શાંત રહેવાનું હતું. જો આજે વૅલેન્ટાઇન્સ ડેએ જૂના જમાનાની જેમ લવ-લેટર લખવાનો હોય તો ચોક્કસ એનું ઍડ્રેસ જેનિફરનું હશે. હું તેને કહેવા માગું છું કે હું તેને કેટલી ચાહું છું અને તે દિલથી પણ સુંદર છે. હું તેને પૂછવા માગું છું કે શું તું મારી ગૅલેન્ટાઇન બનીશ?’


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK