તેની સાથે કપૂર ઍન્ડ સન્સમાં કામ કરી ચૂકેલાં રત્ના પાઠક શાહ તેનાથી પ્રભાવિત
રત્ના પાઠક શાહ
આલિયા ભટ્ટની ‘કપૂર ઍન્ડ સન્સ’ ૨૦૧૬માં રિલીઝ થયેલી એક ફૅમિલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં રિશી કપૂર અને રત્ના પાઠક શાહ સહિત અનેક જાણીતાં કલાકારો સામેલ હતાં. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં રત્ના પાઠક શાહે નવી પેઢીની હિરોઇનોમાં આલિયા ભટ્ટને અન્ય નવા કલાકારોથી અલગ ગણાવીને તેના સ્વભાવની પ્રશંસા કરી હતી.
આલિયા વિશે વાત કરતાં રત્ના પાઠક શાહે જણાવ્યું હતું કે ‘આલિયા સેટ પર ખૂબ અલર્ટ રહેતી હતી. શૂટિંગ દરમ્યાન તે મોટા ભાગનો સમય સ્ક્રીન સામે જ બેસી રહેતી. તે ફક્ત પોતાની ઍક્ટિંગ વખતે જ નહીં, પણ અન્ય કલાકારોનો શૉટ હોય ત્યારે પણ ધ્યાનપૂર્વક બેસી રહેતી અને તેમને ઑબ્ઝર્વ કરતી રહેતી. આલિયા પોતાની જનરેશનના અન્ય કલાકારોની જેમ ઓવર-ક્યુટ બનવાની કોશિશ નથી કરતી. આજકાલ ઘણા યુવા કલાકારો સેટ પર વધુ મનોરંજન કરવાનો પ્રયત્ન કરે છે જેથી તેઓ સરળતાથી બધું શીખી શકે પરંતુ ઘણી વાર આ ટેવ તેમની ઍક્ટિંગને નુકસાન પહોંચાડે છે. આલિયા સાથે એવું નથી થયું. તે ઓછું બોલે છે અને પોતાના કામ પર વધુ ધ્યાન આપે છે.’


