રશ્મિકા મંદાના હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે અને એમાંથી બ્રેક લઈને તેણે ‘ઍનિમલ’ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાના હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે અને એમાંથી બ્રેક લઈને તેણે ‘ઍનિમલ’ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપી હતી. તે હાલમાં હૈદરાબાદમાં અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા 2’નું શૂટિંગ કરી રહી છે. તેણે ‘પુષ્પા 2’ની ટીમ પાસે સ્પેશ્યલ પરવાનગી માગી હતી. તે આ શૂટિંગમાંથી બ્રેક લઈને મુંબઈ આવી હતી અને પાર્ટીમાં હાજરી આપી હતી. તે પાર્ટીમાં હાજરી આપીને ફરી હૈદરાબાદ રિટર્ન થઈ ગઈ છે અને ફરી શૂટિંગ શરૂ કરશે. રણબીર કપૂર સાથેની ‘ઍનિમલ’માં તેની પત્ની ગીતાંજલિનું પાત્ર તેણે ભજવ્યું હતું. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે અને એની સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વેન્ગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. રશ્મિકાની ‘પુષ્પા 2’ આ વર્ષે પંદરમી ઑગસ્ટે રિલીઝ થશે.


