એક ઇવેન્ટમાં કરણ જોહરને કહેવામાં આવ્યું હતું કે ‘ઍનિમલ’ જોયા બાદ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ એક વેકેશન જેવી લાગે છે.
કરણ જોહર , રણબીર કપૂર
કરણ જોહરે કહ્યું છે કે તે રણબીર કપૂરની ‘ઍનિમલ’ જોઈને રડી પડ્યો હતો. આ ફિલ્મને સંદીપ રેડ્ડી વાંગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. એમાં બૉબી દેઓલ, રશ્મિકા મંદાના, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. એક ઇવેન્ટમાં કરણ જોહરને કહેવામાં આવ્યું હતું કે ‘ઍનિમલ’ જોયા બાદ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ એક વેકેશન જેવી લાગે છે. બન્ને એકદમ અલગ ફિલ્મ છે. આ વિશે વાત કરતાં કરણ જોહરે કહ્યું કે ‘મને લાગે છે કે ‘ઍનિમલ’ આ વર્ષની બેસ્ટ ફિલ્મ છે. આ સ્ટેટમેન્ટ સુધી પહોંચતાં મને ખૂબ જ વાર લાગી છે અને ખૂબ જ હિમ્મતની પણ જરૂર પડી છે, કારણ કે તમે જ્યારે લોકોની આસપાસ હો ત્યારે તમને જજમેન્ટનો ડર લાગે છે. ફિલ્મને જે હિમ્મતથી નરેટ કરવામાં આવી છે; એનું સ્ટોરી ટેલિંગ, બ્રેકિંગ ગ્રામર, બ્રેકિંગ મિથ અને દરેક માન્યતાને તોડીને એને મેઇનસ્ટ્રીમ બનાવવામાં આવી છે એ કાબિલે દાદ છે. આ ફિલ્મનો ઇન્ટરવલ બ્લૉક પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવ્યો હતો જેમાં હીરો માર ખાતો હોય છે અને લોકો ગીત ગાતા હોય છે. હું વિચારતો હતો કે આવી સીક્વન્સ ક્યાંય નથી જોવા મળી. એકદમ જિનીયસ. અંતમાં બે વ્યક્તિ એકબીજા સાથે મારામારી કરી રહ્યા હોય છે અને ત્યાં પણ ગીત આવે છે. સ્ક્રીન પર ફક્ત બ્લડ જોવા મળે છે અને મારી આંખોમાં આંસુ હતાં. મને લાગતું હતું કે મારી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે મને લાગ્યું કે સંદીપ રેડ્ડી વાંગા સાથે કંઈ ખોટું થયું છે. મેં આ ફિલ્મ બે વાર જોઈ છે. પહેલી વાર ઑડિયન્સ તરીકે અને બીજી વાર એને સ્ટડી કરવા માટે. મને લાગે છે કે ‘ઍનિમલ’ને જે સક્સેસ મળી એ ગેમ-ચેન્જિંગ છે.’


