Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સમન્થાની એક્ઝિટ થતાં ‘રેન્બો’માં થઈ રશ્મિકાની એન્ટ્રી

સમન્થાની એક્ઝિટ થતાં ‘રેન્બો’માં થઈ રશ્મિકાની એન્ટ્રી

04 April, 2023 03:33 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૧ના ઑક્ટોબરમાં આ ફિલ્મ સાઇન કરીને સમન્થા ખૂબ એક્સાઇટેડ હતી.

રશમિકા મંદાના અને સમન્થા રૂથ પ્રભુ

રશમિકા મંદાના અને સમન્થા રૂથ પ્રભુ


સમન્થા રૂથ પ્રભુએ તેની હેલ્થ પર વધુ ધ્યાન આપવા ફિલ્મ ‘રેન્બો’માંથી નીકળી જવાનો નિર્ણય લેતાં આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાની એન્ટ્રી થઈ છે. આ ​ફિલ્મ તેલુગુ અને તામિલમાં રિલીઝ થવાની છે. ડ્રીમ વૉરિયર પિક્ચર્સ એને પ્રોડ્યુસ કરશે અને શાંત્રુબન એને ડિરેક્ટ કરશે. ૨૦૨૧ના ઑક્ટોબરમાં આ ફિલ્મ સાઇન કરીને સમન્થા ખૂબ એક્સાઇટેડ હતી. તે હાલમાં માયોસાઇટિસ નામની બીમારીની સારવાર લઈ રહી છે. એને કારણે તેને કામ પરથી બ્રેક લેવો પડ્યો હતો. એથી તેનાં અગાઉનાં કમિટમેન્ટ્સ પણ પૂરાં કરવાનાં બાકી છે. આ જ કારણ છે કે સમન્થાએ ‘રેન્બો’ માટે ના કહી દીધી છે. એથી હવે રશ્મિકાને આ ફિલ્મ મળી છે. સાત એપ્રિલથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. એમાં દેવ મોહન પણ તેની સાથે દેખાશે. ફિલ્મને લઈને પોતાની આતુરતા વ્યક્ત કરતાં રશ્મિકાએ કહ્યું કે ‘પહેલી વખત હું એવા લીડ રોલમાં દેખાઈશ જેને યુવતીના દૃષ્ટિકોણથી બનાવવામાં આવશે. એ કૅરૅક્ટરને તમારા માટે સાકાર કરવા માટે હું અતિશય એક્સાઇટેડ છું. ‘રેન્બો’ એવી ફિલ્મ છે જે તમને મનોરંજન આપવાની સાથે જ ઉત્સુક પણ કરશે. એ પાત્ર સાથે દર્શકોની જર્ની ક્રેઝી રાઇડ રહેશે. એથી આ ફન રાઇડ માટે તૈયાર થઈ જાઓ.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK