‘પુષ્પા 2 : ધ રૂલ’નું શૂટિંગ રશ્મિકા મંદાના ૧૩ ડિસેમ્બરથી શરૂ કરવાની છે. આ ફિલ્મના પહેલા પાર્ટે ધૂમ મચાવી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા છવાઈ ગયાં હતાં.
રશ્મિકા મંદાના
‘પુષ્પા 2 : ધ રૂલ’નું શૂટિંગ રશ્મિકા મંદાના ૧૩ ડિસેમ્બરથી શરૂ કરવાની છે. આ ફિલ્મના પહેલા પાર્ટે ધૂમ મચાવી હતી. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા છવાઈ ગયાં હતાં. ફિલ્મ સુપરહિટ થઈ હતી ત્યારથી જ એના બીજા પાર્ટને લઈને લોકોમાં આતુરતા વધી ગઈ હતી. હવે એની સીક્વલનું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થવાનું છે. રશ્મિકાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઍનિમલ’ની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ફિલ્મને મળતા પ્રેમથી તે અતિશય ખુશ છે. ‘પુષ્પા 2 ઃ ધ રૂલ’માં પોતાના શ્રીવલ્લીના રોલને રશ્મિકા ફરીથી સાકાર કરવાની છે.