Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિકા મંદાનાએ ઍક્શન-ડબલ વગર કર્યા અંડરવૉટર ફાઇટ-સીન

રશ્મિકા મંદાનાએ ઍક્શન-ડબલ વગર કર્યા અંડરવૉટર ફાઇટ-સીન

Published : 11 July, 2026 11:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિર્માતાઓના જણાવ્યા મુજબ હિરોઇન દ્વારા પર્ફોર્મ કરવામાં આવેલો ભારતીય સિનેમાનો આ પહેલો અંડરવૉટર ફાઇટ સીન છે જેમાં રશ્મિકાએ કોઈ પણ ઍક્શન-ડબલનો સહારો લીધા વિના તમામ સ્ટન્ટ્સ જાતે જ કર્યા છે.

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના


રશ્મિકા મંદાનાએ પોતાની એક આગામી ફિલ્મ માટે એક ભવ્ય અંડરવૉટર ઍક્શન સીનનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. નિર્માતાઓના જણાવ્યા મુજબ હિરોઇન દ્વારા પર્ફોર્મ કરવામાં આવેલો ભારતીય સિનેમાનો આ પહેલો અંડરવૉટર ફાઇટ સીન છે જેમાં રશ્મિકાએ કોઈ પણ ઍક્શન-ડબલનો સહારો લીધા વિના તમામ સ્ટન્ટ્સ જાતે જ કર્યા છે. નિર્માતાઓએ આ સીનની ઝલક અને શૂટિંગ દરમ્યાનની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ સીનનું શૂટિંગ પૂર્ણ કરવા માટે રશ્મિકાએ બે દિવસમાં અંદાજે ૨૦ કલાક પાણીની અંદર વિતાવ્યા હતા. રશ્મિકાએ સોશ્યલ મીડિયામાં આ સીનના શૂટિંગનો અનુભવ પણ ચાહકો સાથે વહેંચ્યો હતો. એને પોતાની કરીઅરનો અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ પડકાર ગણાવતાં રશ્મિકાએ લખ્યું હતું કે ‘મને ખબર છે કે હું છેલ્લા કેટલાક સમયથી ગાયબ હતી, પણ અમે આ જ કામમાં વ્યસ્ત હતા. મારા જીવનનું આ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ કામ છે. અમે આને લઈને ખૂબ ઉત્સાહિત છીએ અને એ જ કારણ છે કે હું પણ ખૂબ જ ઉત્સાહિત છું. ચાલો, હવે શરૂઆત કરીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK