બન્નેની જોડી અગાઉ ફિલ્મ ‘બૉર્ડર’માં જોવા મળી હતી અને હવે ‘ઇક્કા’માં તેઓ શક્તિશાળી ભૂમિકામાં જોવા મળશે.
ઇક્કાના સ્ક્રીનિંગમાં પૂજા દેઓલે આપી પતિને કંપની
નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇક્કા’ના ખાસ સ્ક્રીનિંગ દરમ્યાન સની દેઓલ આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. આ પ્રસંગે તેની પત્ની પૂજા દેઓલ પણ તેની સાથે હાજર રહી હતી. પૂજા દેઓલ સામાન્ય રીતે જાહેર કાર્યક્રમોમાં બહુ ઓછી જોવા મળતી હોવાથી તેની હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે સની સાથે પત્ની પૂજા ઉપરાંત તેના દીકરાઓ કરણ અને રાજવીર પણ હાજર રહ્યા હતા. સમગ્ર દેઓલ પરિવાર એકસાથે જોવા મળતાં ચાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. સની દેઓલના સરળ અને સ્ટાઇલિશ અંદાજે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મના સ્ક્રીનિંગમાં અક્ષય ખન્ના પણ પહોંચ્યો હતો. ફિલ્મમાં સની અને અક્ષય લગભગ ૨૯ વર્ષ બાદ ફરી એક વાર સાથે સ્ક્રીન શૅર કરી રહ્યા છે. બન્નેની જોડી અગાઉ ફિલ્મ ‘બૉર્ડર’માં જોવા મળી હતી અને હવે ‘ઇક્કા’માં તેઓ શક્તિશાળી ભૂમિકામાં જોવા મળશે.
