Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્ન પછી પહેલી વખત જાહેરમાં દેખાયાં, ફૅન્સને આપી ફ્લાઇંગ કિસ

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્ન પછી પહેલી વખત જાહેરમાં દેખાયાં, ફૅન્સને આપી ફ્લાઇંગ કિસ

Published : 28 February, 2026 02:25 PM | Modified : 28 February, 2026 02:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે ૪ માર્ચે રશ્મિકા અને વિજયનું હૈદરાબાદમાં રિસેપ્શન યોજાશે.

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા


ગુરુવારે ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાયા પછી સાઉથનાં સ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ગઈ કાલે બપોરે ઉદયપુર ઍરપોર્ટથી હૈદરાબાદ જવા રવાના થયાં હતાં. એ સમયે રશ્મિકા લાલ સૂટ પહેરીને પતિ વિજયનો હાથ પકડીને ઍરપોર્ટ પર પહોંચી હતી. એ સમયે વિજયે લાઇટ પિસ્તા કલરના કુર્તા-પાયજામા પહેર્યા હતા. જોકે ત્યારની બન્નેની કેમિસ્ટ્રી આકર્ષણનું કેન્દ્ર બની હતી. રશ્મિકા અને વિજયનાં લગ્નમાં હાજરી આપનાર અન્ય સેલિબ્રિટી ગેસ્ટ પણ ઉદયપુર ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા. હવે ૪ માર્ચે રશ્મિકા અને વિજયનું હૈદરાબાદમાં રિસેપ્શન યોજાશે.

વિરોશનાં લગ્ન પછી રશ્મિકાની તસવીરવાળા સ્પેશ્યલ બૉક્સમાં આપવામાં આવી મીઠાઈ




‘વિરોશ’ તરીકે ઓળખાતી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની જોડીએ ગુરુવારે ઉદયપુરમાં માત્ર નજીકના મિત્ર અને પરિવારજનોની હાજરીમાં પરંપરાગત રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કપલની ટીમે સ્થળની બહાર હાજર મીડિયા પ્રતિનિધિઓ અને બાળકોને મીઠાઈ વહેંચી હતી. આ મીઠાઈના બૉક્સ પરની રશ્મિકાની તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. સોશ્યલ મીડિયા પર ફૅન્સ ‘વિરોશ’ના આ પગલાનાં વખાણ કરી રહ્યા છે અને તેમને લગ્ન માટે અભિનંદન પાઠવી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2026 02:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK