તે ૧૫ કિલો વજન વધારશે એવું જાણવા મળ્યું છે
રણવીર સિંહ
રણવીર સિંહ તેની આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. એને માટે તે ૧૫ કિલો વજન વધારશે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મ કઈ છે એના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન માટે તેણે શરૂઆત કરી દીધી છે. એનું તાજું ઉદાહરણ તેનો આ ફોટો છે, જેમાં તેના હાથમાં ફ્રેન્ચ ફ્રાઇઝની પ્લેટ છે. તે અલીબાગ ગયો હતો ત્યાંની કૅફેનો આ ફોટો છે. રણવીર છેલ્લે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. તેની ‘સિંઘમ અગેઇન’ દિવાળી દરમ્યાન રિલીઝ થવાની છે. સાથે જ તે ફરહાન અખ્તરની ‘ડૉન 3’માં પણ
જોવા મળશે.

