રણવીર સિંહે ઇન્ટરનૅશનલ ટ્વિટર વીઝ અકાઉન્ટને ટેકઓવર કર્યું હતું. રણવીર હાલમાં તેની ‘જયેશભાઈ જોરદાર’ને પ્રમોટ કરી રહ્યો છે.
રણવીર સિંહ
રણવીર સિંહે ઇન્ટરનૅશનલ ટ્વિટર વીઝ અકાઉન્ટને ટેકઓવર કર્યું હતું. રણવીર હાલમાં તેની ‘જયેશભાઈ જોરદાર’ને પ્રમોટ કરી રહ્યો છે. આ પ્રમોશન માટે તે ટ્વિટરના ઇન્ટરનૅશનલ મૂવીઝ અકાઉન્ટ પર લાઇવ જોવા મળ્યો હતો. અગાઉ હૉલીવુડના સ્ટાર જુડી ડેન્ચ, ટૉમ હોલૅન્ડ અને રૉબર્ટ પૅટિન્સન પણ આ અકાઉન્ટ પર લાઇવ થયાં હતાં. ટ્વિટર દ્વારા ખાસ ફિલ્મ માટે ઇમોજી પણ બનાવવામાં આવી છે. રણવીર પહેલો ભારતીય છે જે ટ્વિટર મૂવીઝના અકાઉન્ટ પર લાઇવ થતો જોવા મળ્યો હતો. આ ફિલ્મ દુનિયાભરમાં ૧૩ મેએ રિલીઝ થઈ રહી છે અને એથી યશ રાજ ફિલ્મ્સ દ્વારા ટ્વિટર સાથે પાર્ટનરશિપ કરવામાં આવી છે. આ લાઇવ સેશન દ્વારા રણવીરે દુનિયાભરના તેના ચાહકો સાથે વાતચીત કરી હતી અને તેમના સવાલોના જવાબો આપ્યા હતા. આ વિશે રણવીર સિંહે કહ્યું હતું કે ‘ફિલ્મો સાથેના મારા અફેરને એનર્જી મારા ફૅન્સના પ્રેમથી મળે છે. ટ્વિટર દ્વારા તેમની સાથે હું ખૂબ જ નિકટતાથી કનેક્ટ થઈ શક્યો હતો. ‘જયેશભાઈ જોરદાર’ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે. દર્શકો સાથે આ ફિલ્મ શૅર કરવા માટે હું ખૂબ જ આતુર છું. ટ્વિટર મૂવીઝ દ્વારા મારી ફિલ્મની રિલીઝ વીકની શરૂઆત કરવાથી વધુ જોરદાર શું હોઈ શકે?’