‘ધુરંધર : ધ રિવેન્જ’ની કમાણીએ બ્રિટનમાં ‘પઠાન’ને પાછળ છોડી દીધી છે અને હવે ત્યાંની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે
`ધુરંધર`નો સીન
રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વર્લ્ડવાઇડ પણ શાનદાર કમાણી કરી રહી છે. ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝની બન્ને ફિલ્મોએ મળીને ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી છે, જેના કારણે એ સૌથી સફળ ફ્રૅન્ચાઇઝ ફિલ્મ બની ગઈ છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ની કમાણીએ બ્રિટનમાં ‘પઠાન’ને પાછળ છોડી દીધી છે અને હવે ત્યાંની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે UK જેવા મોટા ઇન્ટરનૅશનલ માર્કેટમાં ઇતિહાસ રચ્યો છે.
આંકડા મુજબ શાહરુખ ખાનની ‘પઠાન’ની UKમાં કુલ કમાણી ૪.૩૮૦ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૪૬,૧૧,૨૬,૪૦૦ રૂપિયા) હતી. હવે ‘ધુરંધર : ધ રિવેન્જ’એ ૪.૩૮૮ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૪૬,૨૧,૪૪,૧૬૦ રૂપિયા)નો બિઝનેસ કરી લીધો છે અને ફિલ્મ હજુ પણ થિયેટરોમાં કમાણી કરી રહી છે.
ADVERTISEMENT
UKમાં અત્યાર સુધી ટૉપ પાંચ ઇન્ડિયન ફિલ્મોની યાદીમાં ‘પઠાન’, ‘જવાન’, ‘ધૂમ 3’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘માય નેમ ઇઝ ખાન’નો સમાવેશ થતો હતો; પરંતુ હવે આ તમામ ફિલ્મોને પાછળ છોડીને ‘ધુરંધર : ધ રિવેન્જ’ સીધી ટૉપ સ્થાને પહોંચી ગઈ છે.
