આ સંજોગોમાં સમાચાર મળ્યા છે કે રણવીર અને બૉબી ટૂંક સમયમાં મેગા બજેટ ફિલ્મમાં સાથે જોવા મળશે
એક્ટર્સ
રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ની તૈયારીઓમાં વ્યસ્ત છે. બીજી તરફ બૉબી દેઓલ ‘હરિ હર વીર મલ્લુ’માં જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં સમાચાર મળ્યા છે કે રણવીર અને બૉબી ટૂંક સમયમાં મેગા બજેટ ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શ્રીલીલા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં દેખાશે. આ ત્રણેય સ્ટાર્સ પહેલી વખત કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. રણવીર, શ્રીલીલા અને બૉબીના આ પ્રોજેક્ટનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અને આ એક જબરદસ્ત ઍક્શન ફિલ્મ હશે.


