હાલમાં જ તેમનો જિમમાં સાથે કસરત કરતો ફોટો વાઇરલ થયો છે
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં સાથે જિમમાં કસરત કરતાં જોવા મળ્યાં હતાં.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હાલમાં સાથે જિમમાં કસરત કરતાં જોવા મળ્યાં હતાં. તેમની વચ્ચે મતભેદ ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. જોકે ઘણી જગ્યાએ ફરી સાથે હાજરી આપીને તેમણે આ વાતને ફગાવી દીધી હતી. હાલમાં જ તેમનો જિમમાં સાથે કસરત કરતો ફોટો વાઇરલ થયો છે. તેમણે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેઇનર યાસ્મિન કરાચીવાલા સાથે સેલ્ફી લીધો હતો. આ ફોટો શૅર કરતાં યાસ્મિને કૅપ્શન આપી હતી કે જિમ કરવું હવે વધુ સારું બની ગયું.


