તે ટાઇગર્સ નેસ્ટના હાઇકિંગ માટે ગઈ હતી.
ભુતાનમાં ટ્રેકિંગ કરતી દીપિકા પાદુકોણ
ભુતાનમાં ટ્રેકિંગ કરતી દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણના કેટલાક ફોટો વાઇરલ થયા છે. આ ફોટો તેની ભુતાનની ટ્રિપ દરમ્યાનના છે. તે ટાઇગર્સ નેસ્ટના હાઇકિંગ માટે ગઈ હતી. ત્યાં એક કૅફેમાં તેને કેટલાક ફૅન્સ પણ મળ્યા હતા. તેણે ત્યાં ઘણા લોકો સાથે ફોટો ક્લિક કરાવ્યા હતા જેના કેટલાક ફોટો હાલમાં વાઇરલ થયા છે. જોકે આ ટ્રિપ દરમ્યાન તેણે દરેકને તેની પ્રાઇવસી જળવાઈ રહે એ માટે વિનંતી કરી હતી. દરેક વ્યક્તિને તેના ફોટો શૅર કરતાં તેને ખૂબ જ ડાઉન ટુ અર્થ અને વિનમ્ર વ્યક્તિ જણાવી હતી.
ADVERTISEMENT
ભાઈ-ભાઈ

કરીના કપૂર ખાને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં સૈફ અલી ખાનના બે દીકરા જોવા મળી રહ્યા છે. ઇબ્રાહિમ અલી ખાન સૈફ અને અમ્રિતા સિંહનો દીકરો છે. તૈમુર અલી ખાન સૈફ અને કરીનાનો દીકરો છે. ઇબ્રાહિમ અને તૈમુર બન્ને સિક્સ-પૅક ઍબ્સ દેખાડી રહ્યા છે. આ ફોટોને શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘સિબલિંગ ડે ગઈ કાલે ગયો હતો કે આજે છે... કે પછી દરરોજ હોય છે. ઇગ્ગી અને ટિમટિમ એકસાથે.’
પાંચ કરોડની રેન્જ રોવર લીધી મોહનલાલે

મોહનલાલે પાંચ કરોડ રૂપિયાની નવી રેન્જ રોવર ઑટોબાયોગ્રાફી કાર ખરીદી છે. મોહનલાલની સાથે તેની પત્ની પણ જોવા મળી છે. મોહનલાલ પાસે અત્યાર સુધી લમ્બોર્ગિની, ટૉયોટા વેલફાયર, લૅન્ડક્રુઝર અને મર્સિડીઝ જીએલએસ જેવી કાર છે. તેમના કાર ક્લેક્શનમાં હવે તેમણે નવી કારનો સમાવેશ કર્યો છે. તે ચેન્નઈમાં રહેતા હતા, પરંતુ હવે કોચીમાં સેટલ થઈ ગયા છે. મોહનલાલ અને મમુટી વચ્ચે ઘણી હરીફાઈ ચાલે છે. તેઓ ઑનસ્ક્રીન જ નહીં, ઑફસ્ક્રીન પણ હરીફ છે. એક ઍક્ટર કાર લે તો બીજો પણ એનાથી સારી કાર લે છે. એક ઘર લે તો બીજો એનાથી સારું ઘર લે છે. આથી હવે મમુટી કઈ કાર લેશે એની ચાહકો રાહ જોઈ રહ્યા છે.


