રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ઇન્સ્ટાગ્રામના હેડ ઍડમ મોસેરી સાથે ભોજનની મજા માણી. ઍડમ મોસેરી WAVES 2025 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઍડમ મોસેરી સાથે
બૉલીવુડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હાલમાં ઇન્સ્ટાગ્રામના પાવરફુલ હેડ ઍડમ મોસેરી સાથે ડિનર કર્યું હતું. આ કપલ હાલમાં મુંબઈની એક રેસ્ટોરાંમાં ડિનર લઈને બહાર આવતાં ક્લિક થયું હતું અને એ સમયે ચર્ચા હતી કે રણવીર અને દીપિકા ડિનર-ડેટ પર ગયાં હતાં. જોકે હવે ખબર પડી છે કે એ ડિનર-ડેટ નહોતી, પણ ઍડમ મોસેરી સાથેનું સ્પેશ્યલ ડિનર હતું. ઍડમ મોસેરીએ જ ઇન્સ્ટાગ્રામ પર આ ડિનર-આઉટિંગનો સેલ્ફી શૅર કર્યો છે.
ઍડમ મોસેરી WAVES 2025 સમિટમાં ભાગ લેવા ભારત આવ્યા છે. રણવીર અને દીપિકા સાથેના સેલ્ફીને કૅપ્શન આપીને તેમણે લખ્યું છે, ‘મને આજે દીપિકા અને રણવીર જેવા પાવર કપલને મળવાની તક મળી. અમે સાથે શ્રેષ્ઠ ભોજનની મજા માણી.’


