રાની મુખરજી હવે દમદાર ભૂમિકા હોય તો જ ફિલ્મના પડદે જોવા મળે છે. તે છેલ્લે ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’માં જોવા મળી હતી. હવે તેની આગામી ફિલ્મ ‘મર્દાની 3’ની જાહેરાત થઈ છે.
મર્દાની 3નું ફર્સ્ટ લુક
રાની મુખરજી હવે દમદાર ભૂમિકા હોય તો જ ફિલ્મના પડદે જોવા મળે છે. તે છેલ્લે ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’માં જોવા મળી હતી. હવે તેની આગામી ફિલ્મ ‘મર્દાની 3’ની જાહેરાત થઈ છે. હાલમાં યશરાજ ફિલ્મ્સ દ્વારા ‘મર્દાની 3’નો રાની મુખરજીનો ફર્સ્ટ લુક અને ફિલ્મની રિલીઝ-ડેટ બન્ને શૅર કરવામાં આવ્યાં છે. એ પછી હવે રાનીના ફૅન્સ ફરી એક વાર તેને શિવાની શિવાજી રૉયના દમદાર રોલમાં જોવા માટે ઉત્સાહિત છે.
યશ રાજ ફિલ્મ્સ દ્વારા શૅર કરાયેલા ફર્સ્ટ લુકમાં રાની બ્લૅક શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને હાથમાં ગન સાથે ખૂબ જ ઇન્ટેન્સ લુકમાં જોવા મળે છે. આ તસવીર સાથે કૅપ્શનમાં લખ્યું છે કે ‘‘મર્દાની 3’ માટે કાઉન્ટડાઉન શરૂ થાય છે. હોળી પર શુભ તત્ત્વોની અનિષ્ટ સામે લડાઈ થશે, કારણ કે શિવાની શિવાજી રૉય ૨૦૨૬ની ૨૭ ફેબ્રુઆરીએ મોટા પડદા પર પરત ફરશે.’
‘મર્દાની 3’ રાની મુખરજીની ૨૦૧૪માં આવેલી ફિલ્મ ‘મર્દાની’નો ત્રીજો ભાગ છે. અગાઉ ૨૦૧૯માં ‘મર્દાની 2’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અગાઉની બન્ને ફિલ્મોને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી હતી અને હવે નિર્માતાઓ ફરી એક વાર ‘મર્દાની 3’ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

