Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એવૉર્ડ શૉમાં રણબીર કપૂરનો ગુસ્સો ગાજ્યો, કરણ જોહરનો પણ ડરને માર્યે છૂટ્યો પરસેવો

એવૉર્ડ શૉમાં રણબીર કપૂરનો ગુસ્સો ગાજ્યો, કરણ જોહરનો પણ ડરને માર્યે છૂટ્યો પરસેવો

19 February, 2024 12:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Ranbir Kapoor Screams : ‘એનિમલ’ અભિનેતાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ

રણબીર કપૂરની ફાઇલ તસવીર

રણબીર કપૂરની ફાઇલ તસવીર


બૉલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) આજકાલ આવનારા ઘણા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતાનો એક વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. જેમાં તે એક એવૉર્ડ શોમાં ગુસ્સે ભરાયો (Ranbir Kapoor Screams) છે. અભિનેતા રણબીર કપૂરનો વાયરલ વીડિયો (Ranbir Kapoor Viral Video) તાજેતરમાં ગુજરાત (Gujarat)માં યોજાયેલા ફિલ્મફેર એવૉર્ડ્સ (Filmfare Awards)નો હોવાનું કહેવાય છે. આ એવૉર્ડ શોને કરણ જોહર (Karan Johar) અને આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હૉસ્ટ કરી રહ્યા હતા ત્યારે કરણ જોહર રણબીર કપૂર વિશે કંઈક એવું બોલે છે કે અભિનેતા તેના પર ગુસ્સે થઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

ફિલ્મફેર એવૉર્ડ્સ (Filmfare Awards 2024)ના વાયરલ થયેલા વીડિયોમાં રણબીર કપૂર રોષે ભરાયેલો (Ranbir Kapoor Screams) જોવા મળે છે. વાયરલ વીડિયોમાં કરણ જોહર, રણબીર કપૂર પાસે મદદ માંગતો જોવા મળે છે. રણબીરને સંબોધતા કરણે કહ્યું, ‘ફક્ત રણબીર જ કરી શકે છે, માત્ર રણબીર જ કરશે, માત્ર રણબીરે જ કરવું જોઈએ, રણબીરે જ અમારી મદદ કરવી જોઈએ.’ રણબીર કપૂરે તેની વાતનો રસપ્રદ જવાબ આપ્યો. અભિનેતાએ ફિલ્મ ‘એનિમલ’ (Animal)ના પોતાના આગવા અંદાજમાં બોલતા કહ્યું કે, `એ સાંભળી શકાય છે, હું બહેરો નથી.` કરણ જોહર તેની પ્રતિક્રિયાથી આશ્ચર્યચકિત થઈ ગયેલો દેખાય છે. આ વીડિયો એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranbir Kapoor (@ranbirfanbase)


રણબીર કપૂરે ફિલ્મફેર એવૉર્ડ્સ (Filmfare Awards 2024)માં ફિલ્મ ‘એનિમલ’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવૉર્ડ જીત્યો હતો. એવૉર્ડ જીત્યા બાદ તેણે પોતાના દિવંગત પિતા ઋષિ કપૂર (Rishi Kapoor)ને યાદ કર્યા હતા. રણબીરે કપૂરે કહ્યું કે, `હું આ એવોર્ડ મારા પિતા ઋષિ કપૂરને સમર્પિત કરવા માંગુ છું. દરરોજ હું તમને યાદ કરું છું પપ્પા, અને આજે હું જે કંઈ છું તે તમારા કારણે છું. હું તમને ખુબ જ પ્રેમ કરું છું.’ એટલું જ નહીં તેણે આ એવૉર્ડ ફિલ્મ ‘એનિમલ’ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga) અને તેની પુત્રી રાહા કપૂર (Raha Kapoor)ને પણ સમર્પિત કર્યો હતો.


નોંધનીય છે કે, રણબીર કપૂર છેલ્લે સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ `એનિમલ`માં જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અભિનેતાની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. રણબીર કપૂર ટૂંક સમયમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મ `લવ એન્ડ વોર` (Love and War)માં જોવા મળશે. જેમાં તે તેની પત્ની આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે સ્ક્રીન શેર કરશે. આ સિવાય તે `એનિમલ પાર્ક`માં (Animal Park) પણ છે, જે વર્ષ ૨૦૨૩ની હિટ ફિલ્મ `એનિમલ`ની સિક્વલ છે. જ્યારે રણબીર `બ્રહ્માસ્ત્ર 2` (Brahmastra Part 2)માં લીડ રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર નિતેશ તિવારી (Nitesh Tiwari)ની `રામાયણ` (Ramayana)માં રામના રોલમાં જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2024 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK