સોમવારે ધૂમ મચાવતાં રણબીર કપૂરની ફિલ્મે કર્યો ૨૧૬.૬૪ કરોડ રૂપિયાનો બિઝનેસ
રણબીર કપૂર
રણબીર કપૂરની ‘ઍનિમલ’એ ચાર દિવસમાં ડબલ સેન્ચુરી મારી છે. ઓપનિંગ વીક-એન્ડમાં તો ફિલ્મે શાહરુખ ખાનની ‘પઠાન’ને પાછળ છોડી દીધી હતી. હવે સોમવારે ૪૦.૦૬ કરોડનો અફલાતૂન બિઝનેસ કરીને આ ફિલ્મ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. શુક્રવારે ૫૪.૭૫ કરોડ, શનિવારે ૫૮.૩૭ કરોડ, રવિવારે ૬૩.૪૬ કરોડ અને સોમવારના બિઝનેસ સાથે ટોટલ ૨૧૬.૬૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણબીરની સાથે આ ફિલ્મમાં અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બૉબી દેઓલે પણ કામ કર્યું છે. આ બિઝનેસ ફક્ત હિન્દી ભાષાનો છે. અન્ય ભાષામાં શુક્રવારે ૯.૦૫ કરોડ, શનિવારે ૮.૯૦ કરોડ, રવિવારે ૭.૨૩ કરોડ અને સોમવારે ૪.૪૧ કરોડની સાથે ટોટલ ૨૯.૫૯ કરોડનો બિઝનેસ કર્યો છે. દરેક ભાષાના બિઝનેસને ગણવામાં આવે તો આ ફિલ્મે ચાર દિવસમાં ૨૪૬.૨૩ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ગ્લોબલ બૉક્સ-ઑફિસ પર પણ ડૉમિનેટ કરી રહી છે. આ ફિલ્મ ક્રિસમસ સુધી બિઝનેસ કરશે અને ૫૦૦ કરોડની ક્લબમાં જાય એવી આશા લાગી રહી છે. જો આ ફિલ્મ એ ક્લબમાં ગઈ તો ૨૦૨૩ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે લૅન્ડમાર્ક રહેશે; કારણ કે આ વર્ષે ‘પઠાન’, ‘ગદર 2’ અને ‘જવાન’ બાદ ‘ઍનિમલ’ પણ ૫૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરશે.
3.50
સોમવારના આટલા બિઝનેસ સાથે વિકી કૌશલની ‘સૅમ બહાદુરે’ ચાર દિવસમાં ટોટલ ૨૯.૦૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો
ADVERTISEMENT

