રણબીર કપૂર (Ranbir Kapoor) મોટી મુશ્કેલીમાં ફસાયો છે. વાસ્તવમાં, અભિનેતાને `મહાદેવ બુક` ઑનલાઈન સટ્ટાબાજી એપ કેસ (Online Betting Case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સમન્સ મોકલવામાં આવ્યા છે
ફાઇલ તસવીર
બૉલિવૂડનો ચોકલેટી બોય રણબીર કપૂર (Ranbir Kapoor) મોટી મુશ્કેલીમાં ફસાયો છે. વાસ્તવમાં, અભિનેતાને `મહાદેવ બુક` ઑનલાઈન સટ્ટાબાજી એપ કેસ (Online Betting Case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સમન્સ મોકલવામાં આવ્યા છે. અભિનેતાને 6 ઑક્ટોબરે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.
ઑનલાઈન ગેમિંગ કેસમાં ફસાયો અભિનેતા
ADVERTISEMENT
હકીકતે, આ જ કારણે આ મામલે રણવીર કપૂરનું નામ સામે આવ્યું છે. ઑનલાઈન ગેમિંગ એપ કેસના આરોપી સૌરભ ચંદ્રાકરના લગ્નમાં અભિનેતા મહાદેવે હાજરી આપી હતી. સૌરભ પર હવાલા દ્વારા સ્ટાર્સને પૈસા આપવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ આ સમન્સ રણબીર કપૂરને પૂછપરછ માટે મોકલવામાં આવ્યું છે. જોકે, આ મામલામાં રણબીર કપૂર પહેલાં બૉલિવૂડના 14 સ્ટાર્સના નામ સામે આવ્યાં છે. આ યાદીમાં સની લિયોનથી લઈને નેહા કક્કર સુધીના નામ સામેલ છે.
સૌરભ ચંદ્રાકરના લગ્ન દુબઈમાં થયા
રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીમાં મહાદેવ બુક એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં બૉલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સૌરભના લગ્ન દુબઈમાં ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. લગ્નમાં પહોંચ્યા બાદ ઘણા સ્ટાર્સે પરફોર્મન્સ પણ આપ્યું હતું.
આ ફિલ્મમાં રણબીર કપૂર જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ `એનિમલ`માં જોવા મળવાનો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂરની સાથે એક્ટર બોબી દેઓલ પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.