આલિયા ભટ્ટના મેકઅપ વગરના લુકથી ઇમ્પ્રેસ્ડ ફૅન્સ, વિજય અને તમન્નાએ કઈ ફિલ્મ જોઈ? ,ઇન્જરીમાંથી શું શીખી દિવ્યાંકા?
બેન્ટ્લી કાર
રણબીર કપૂર આઠ કરોડ રૂપિયાની બેન્ટ્લી કાર ચલાવતો જોવા મળ્યો હોવાથી તેણે એ ખરીદી હોવાની ચર્ચા ચાલી રહી છે. તેની છેલ્લી ફિલ્મ ‘ઍનિમલ’ રિલીઝ થઈ હતી જેણે ખૂબ જ સારો બિઝનેસ કર્યો હતો. તે હાલમાં તેનો બંગલો બની રહ્યો છે એના પર પણ ધ્યાન આપી રહ્યો છે. ‘રામાયણ’ માટે પણ તે ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. તે ગઈ કાલે લક્ઝરી કાર બેન્ટ્લી કૉન્ટિનેન્ટલમાં જોવા મળ્યો હતો.
આલિયા ભટ્ટના મેકઅપ વગરના લુકથી ઇમ્પ્રેસ્ડ ફૅન્સ
આલિયા ભટ્ટના મેકઅપ વગરના ફોટોને લઈને ચાહકો ખૂબ જ ઇમ્પ્રેસ થયા છે. ઍક્ટર્સ મોટા ભાગે હંમેશાં મેકઅપમાં જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતાં પહેલાં તેઓ ઘણી બાબતોનું ધ્યાન રાખે છે જેથી ફોટો સારો આવે. જોકે આલિયાએ તેના મેકઅપ વગરના લુકને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવાનું નક્કી કર્યું હતું. તે હાલમાં તેની ‘જિગરા’ પર ફોકસ કરી રહી છે.
વિજય અને તમન્નાએ કઈ ફિલ્મ જોઈ?
તમન્ના ભાટિયા તેના બૉયફ્રેન્ડ વિજય વર્મા સાથે મંગળવારે મોડી રાતે જુહુમાં આવેલા એક થિયેટરમાં જોવા મળી હતી. તેઓ કરીના કપૂર ખાન, તબુ અને ક્રિતી સૅનનની ‘ક્રૂ’ જોવા માટે ગયાં હતાં. ફિલ્મ જોયા બાદ તેઓ એકમેકનો હાથ પકડીને થિયેટરમાંથી બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં.
ઇન્જરીમાંથી શું શીખી દિવ્યાંકા?
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાને ગયા વર્ષે બન્ને પગનો લિગમન્ટ ટેઅર થયો હતો અને એ પીડામાંથી તે હવે બહાર આવી ગઈ છે. એ આખી જર્નીનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દિવ્યાંકાએ કૅપ્શન આપી, ‘મારી સર્જરી થઈ ત્યારથી માંડીને હું ફરી બેઠી થઈ એની જર્ની શૅર કરી છે. એ સમયે મારી બન્ને પગના લિગમન્ટ ટેઅરની સર્જરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આવનારી તકલીફનો સામનો કરવા માટે મારી બૉડીની સ્ટ્રેન્ગ્થ વધારવા પર મેં ધ્યાન આપ્યું. મને વિચાર આવ્યો કે જો હું એના પર પૂરતું ધ્યાન આપું તો હું આ તકલીફમાંથી બહાર આવી શકું છું. મેં મારા ફિઝિયોનું કાળજીપૂર્વક પ્લાનિંગ કર્યું, જેથી હું સમયસર સ્વસ્થ થઈને પાછી ફરી શકું. વિવેક દહિયા તો સ્વીટ હાર્ટ છે. તેણે એક ક્ષણ માટે પણ મારા ચહેરાનું સ્માઇલ જવા નહોતું દીધું. આમાંથી મને શીખવા મળ્યું કે જો તમે તમારા કપરા સમયમાંથી કાંઈ ન શીખી શકો તો એ નિરર્થક છે. તમે ભલે પડો, પરંતુ ફરી પાછા ઊભા થવાનો જુસ્સો રાખો.’