° °

આજનું ઇ-પેપર
Friday, 27 January, 2023


જૂના ફોટો જોવામાં તલ્લીન આલિયા-રણબીર

20 January, 2023 04:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલિયાની ‘હાર્ટ ઑફ સ્ટોન’ નેટ​ફ્લિક્સ પર આવશે ઑગસ્ટમાં

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પ્રેસ ક્લબમાં જૂના ફોટો જોવામાં તલ્લીન દેખાયાં હતાં. આ તમામ ફોટો જોઈને તેઓ જૂની યાદોમાં સરી પડ્યાં હતાં. આ તમામ ફોટોને પાપારાઝી અને સેલિબ્રિટી ફોટોગ્રાફર્સે ક્લિક કર્યા હતા. આ ફોટોમાં આલિયા અને રણબીરની સાથે જ નીતુ કપૂર અને રિશી કપૂરના પણ ફોટો મૂકવામાં આવ્યા છે. સાથે જ એક ફોટો એવો પણ હતો જે ૨૦૧૯નો હતો. એ ફોટોમાં કૅટરિના કૈફ અને આલિયા એકબીજાનો હાથ પકડીને ઊભાં છે. તેઓ એક ઇવેન્ટમાં મળ્યાં હતાં. એ વખતે આલિયા અને રણબીર એક બીજાને ડેટ નહોતા કરતાં. રણબીર અને કૅટરિનાના સંબંધો પણ ખૂબ ચગ્યા હતા. બન્નેના બ્રેકઅપ બાદ કૅટરિનાએ ૨૦૨૧માં વિકી કૌશલ સાથે લગ્ન કરી લીધાં છે. બીજી તરફ રણબીર અને આલિયાએ ૨૦૨૨માં લગ્ન કરી લીધાં છે. તેમને રાહા નામની દીકરી પણ છે.

આ પણ વાંચો :  સામ-સામા થશે પતિ-પત્ની, એક જ દિવસે રિલીઝ થશે આલિયા અને રણબીરની આ ફિલ્મો

આલિયા ભટ્ટની હૉલીવુડની પહેલી ફિલ્મ ‘હાર્ટ ઑફ સ્ટોન’ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. ટોમ હાર્પરે એને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં તેની સાથે ગલ ગડોટ,  જૅમી ડોરનન, સોફી ઓકોનેડો અને મેથિયાસ સ્કવીગોફર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મની એક નાનકડી ઝલક આલિયાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરી હતી. એમાં દેખાડવામાં આવ્યું છે કે આ વર્ષે ૧૧ ઑગસ્ટે ફિલ્મ રિલીઝ થવાની છે.

20 January, 2023 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

મને સન્માનિત કરીને તમે મારા દેશનું માન વધાર્યું છે : અમિતાભ બચ્ચન

સાઉદી અરેબિયામાં તેમને લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજવામાં આવ્યા 

26 January, 2023 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સાંઈબાબાના આશીર્વાદ લેવા શિર્ડી પહોંચ્યો અક્ષયકુમાર

મંદિરમાં અક્ષયકુમારનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સાંઈબાબાની મૂર્તિ આપવામાં આવી હતી.

26 January, 2023 06:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

હૈદરાબાદ બ્લૅકહૉક્સ વૉલીબૉલ ટીમનો કો-ઓનર બન્યો વિજય દેવરાકોન્ડા

વિજય દેવરાકોન્ડા હંમેશાં વૉલીબૉલ, ક્રિકેટ અને બૅડ્મિન્ટન પાછળ ઘેલો છે.

26 January, 2023 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK