° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


સામ-સામા થશે પતિ-પત્ની, એક જ દિવસે રિલીઝ થશે આલિયા અને રણબીરની આ ફિલ્મો

19 January, 2023 10:44 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આલિયા ભટ્ટ (Alia Bhatt) ગયા વર્ષે જ પોતાના હૉલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તેણે જ્યારથી ફિલ્મ રેપઅપ કરી છે ચાહકો તેની ફિલ્મ `હાર્ટ ઑફ સ્ટોન`ના પહેલા લૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગેલ ગેડોટ, જેમી ડૉર્નન અને અન્ય અનેક ફેમસ કલાકાર છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મો વચ્ચે ક્લેશ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મો વચ્ચે ક્લેશ

આલિયા ભટ્ટ (Alia Bhatt) ગયા વર્ષે જ પોતાના હૉલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તેણે જ્યારથી ફિલ્મ રેપઅપ કરી છે ચાહકો તેની ફિલ્મ `હાર્ટ ઑફ સ્ટોન`ના પહેલા લૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ગેલ ગેડોટ, જેમી ડૉર્નન અને અન્ય અનેક ફેમસ કલાકાર છે. આલિયાએ પોતાની ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં ફિલ્મ માટે શૂટ કર્યું હતું. પણ હવે ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે અને રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ પણ તે જ દિવસે રિલીઝ થવાની છે જે દિવસે રણબીર કપૂરની ફિલ્મ `એનિમલ` રિલીઝ થશે. હવે ક્લેશ થશે આલિયા અને રણબીરની ફિલ્મો. 

11 ઑગસ્ટના ટકરાશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ
તાજેતરમાં જ, આલિયા ભટ્ટે પોતાના હૉલિવૂડ ડેબ્યૂના રિલીઝની તારીખ જાહેર કરી અને એ 11 ઑગસ્ટ 2023માં નેટફ્લિક્સ પર પ્રીમિયર માટે તૈયાર છે. આ સમાચાર સાંભળવા માટે ચાહકો ઉત્સાહિત છે, એક તથ્ય એ પણ છે જે ચર્ચામાં છે, તે છે રણબીર કપૂર (Ranbir Kapoor) અને રશ્મિકા મંદાના સ્ટારર સંદીપ રેડ્ડી વંગાની `એનિમલ` પણ 11 ઑગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મ પાંચ ભાષાઓ - હિન્દી, તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે. 

કેવી છે `હાર્ટ ઑફ સ્ટોન`
`હાર્ટ ઑફ સ્ટોન`નું નિર્દેશન ટૉમ હૉપરે કર્યું થે, જેને ગ્રેગ રુકા અને એલીસન શ્રોએડરે લખી છે. હાર્ટ ઑફ સ્ટોન, અધિકારિક સિનોપ્સિસ પ્રમાણે, રાહેલ સ્ટોન (ગેડોટ)ની આસપાસ ફરે છે, જે એક સીક્રેટ ઑપરેટિવ છે, જે પોતાના શક્તિશાળી, વૈશ્વિક શાંતિ-સ્થાપના સંગઠન અને આની સૌથી મૂલ્યવાન અને ખતરનાક સંપત્તિના નુકસાન વચ્ચે એકમાત્ર મહિલા ઊભી છે. નેટફ્લિક્સના કાર્યકારી ઓરી મર્મર પ્રમાણે, `હાર્ટ ઑફ સ્ટોન`ના ટૉમ ક્રૂઝની `મિશનઃ ઇમ્પૉસિબલ` અને મેટ જેમનની `બૉર્ન` જેવી એક્શન ફ્રેન્ચાઈઝી જેવી કહેવામાં આવી રહી છે.

આ પણ વાંચો : PM મોદીની સલાહ પર અનુરાગ કશ્યપની પ્રતિક્રિયા, કહ્યું આ સલાહની જરૂર હતી આ સમયે

આવી છે ફિલ્મ `એનિમલ`
રણબીર કપૂરની `એનિમલ`ની વાત કરીએ તો સ્ટોરી એક પિતા-પુત્રની જોડીની આસપાસ ફરશે. નિર્માતા ભૂષણ કુમારે ખુલાસો કર્યો કે ગેંગસ્ટર ડ્રામાનો એક મજબૂત ભાવનાત્મક સંબંધ હશે અને `એક ચરિત્ર પોતાના પિતા માટે શું કરે છે`ની આસપાસ કેન્દ્રિત રહેશે. ફિલ્મના કલાકારોમાં બૉબી દેઓલ અને તૃપ્તિ ડિમરી પણ પ્રમુખ ભૂમિકાઓમાં છે.

19 January, 2023 10:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રાખી સાવંતની માતાનાં નિધન, હૉસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહી હતી કેન્સરની સારવાર

રાખી સાવંતએ અગાઉ ઘણી વખત મીડિયા સામે તેની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી

28 January, 2023 10:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ત્રીજા દિવસે પણ ‘પઠાણ’એ બોક્સ ઑફિસ પર મચાવી ધૂમ, આટલા કરોડની કરી કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ `પઠાણ` હિન્દી સિનેમા માટે વરદાન બનીને આવી છે. ગયા વર્ષે જે રીતે બોલિવૂડની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. તેનાથી વિપરીત `પઠાણ`એ આ વર્ષની શરૂઆતમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાથ ધર્યુ છે

28 January, 2023 08:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સંજય દત્ત અને અર્શદ વારસી ફરી આવ્યા નવી ફિલ્મ લઈને

સંજય દત્ત અને અર્શદ વારસી ‘મુન્નાભાઈ 3’માં કામ કરવાના હોય એવી શક્યતા દેખાઈ રહી છે.

28 January, 2023 03:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK