સાઈ પલ્લવી સ્વિમસૂટમાં જોવા મળતાં લોકોએ રામાયણમાં તેની પસંદગી વિશે આવો સવાલ કરીને ટ્રોલ કરી
સાઈ પલ્લવી અને તેની બહેન પૂજા કન્નન હાલમાં વેકેશન પર ગયાં હતાં અને પૂજાએ આ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી
સાઉથની ઍક્ટ્રેસ સાઈ પલ્લવીને હાલમાં ટ્રોલર્સે ટાર્ગેટ કરી છે. હાલમાં સોશ્યલ મીડિયામાં સાઈ પલ્લવીની સ્વિમસૂટમાં તસવીરો જોવા મળતાં કેટલાક લોકો અકળાઈ ગયા હતા અને તેમણે ‘રામાયણ’માં સીતા તરીકેની તેની પસંદગી સામે સવાલો કરીને સાઈ પલ્લવીને ટ્રોલ કરી હતી.
સાઈ પલ્લવી અને તેની બહેન પૂજા કન્નન હાલમાં વેકેશન પર ગયાં હતાં અને પૂજાએ આ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં બન્ને બહેનો સ્વિમસૂટ પહેરીને દરિયાકિનારે મજા માણતી જોવા મળે છે.


