Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભીડથી બચવા માટે હૉસ્પિટલમાં રામચરણે કરવી પડી ધક્કામુક્કી

ભીડથી બચવા માટે હૉસ્પિટલમાં રામચરણે કરવી પડી ધક્કામુક્કી

Published : 02 February, 2026 12:52 PM | IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટર સાથે તેની અઢી વર્ષની દીકરી ક્લિન કારા કોનિડેલા પણ હોવાથી તે મુસીબતમાં મુકાઈ ગયો હતો

આ ઘટનાના વિડિયોમાં જોવા મળે છે કે રામચરણ ભીડથી ભારે અકળાઈ ગયો હતો

આ ઘટનાના વિડિયોમાં જોવા મળે છે કે રામચરણ ભીડથી ભારે અકળાઈ ગયો હતો


રામચરણ ગઈ કાલે તેની અઢી વર્ષની દીકરી ક્લિન કારા કોનિડેલાને લઈને પોતાનાં નવજાત ટ્‍વિન્સને જોવા માટે હૈદરાબાદની અપોલો હૉસ્પિટલ પહોંચ્યો હતો. આ સમયે તેને ફૅન્સની ભારે ભીડે ઘેરી લીધો હતો જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. ભીડને કારણે રામચરણને તેને દીકરી સાથે અંદર જવામાં ઘણી અડચણ આવી અને તેણે દીકરીને ભીડથી બચાવવા માટે તેને કપડામાં સંતાડી દીધી હતી.

આ ઘટનાના વિડિયોમાં જોવા મળે છે કે રામચરણ ભીડથી ભારે અકળાઈ ગયો હતો અને વારંવાર લોકોને પાછળ હટવા અને રસ્તો આપવા માટે કહેતો હતો. જોકે ફૅન્સ તેને સ્પર્શ કરવા, સાથે ફોટો લેવા અને ઝલક જોવા માટે તત્પર હતા; જેને કારણે રામચરણને અંદર પહોંચવામાં ભારે તકલીફ પડી. અંતે પોતાની દીકરીને બચાવવા માટે રામચરણે થોડી હળવી ધક્કામુક્કી પણ કરવી પડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 12:52 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK