કહે છે કે ૮-૯ વર્ષ પહેલાં હડપચી પર કરાવ્યું હતું ફિલર
રાજકુમાર રાવ
રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે એવી અફવા ફેલાઈ છે. હવે એના વિશે મૌન તોડતાં રાજકુમારે કહ્યું છે કે ૮-૯ વર્ષ પહેલાં તેણે હડપચી પર ફિલર કરાવ્યું હતું અને એ માત્ર અડધા કલાકનું કામ હતું. તાજેતરમાં જ તેનો એક ઇવેન્ટનો ફોટો વાઇરલ થયો છે અને એને જોઈને લોકોનું માનવું છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. એના પર ચોખવટ કરતાં રાજકુમાર રાવ કહે છે, ‘મેં કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી નથી કરાવી. એ ફોટો જો તમે ફરીથી જુઓ તો ખ્યાલ આવશે કે ૧૪ વર્ષની અંદર માત્ર એ એક ફોટો મારા અન્ય ફોટો કરતાં અલગ દેખાય છે. મને એવું લાગે છે કે એ ફોટોને એડિટ કરવામાં આવ્યો છે, કારણ કે એમાં મારી સ્કિન ચમકી રહી છે. હું પણ ચોંકી ગયો છું કે મેકઅપ વગર એ કેવી રીતે શક્ય છે. એ દિવસે તો મેં આખો દિવસ શૂટિંગ કર્યું હતું. કરીઅરની શરૂઆતમાં લોકો મારા લુક્સ પર કમેન્ટ્સ કરતા હતા. ૮-૯ વર્ષ પહેલાં મેં હડપચી પર નાનકડું ફિલર કરાવ્યું હતું, એ માત્ર અડધા કલાકનું કામ હતું. હું કૉન્ફિડન્ટ દેખાઉં એટલા માટે મેં એ કરાવ્યું હતું. મને લાગતું હતું કે હું સારો દેખાઉં છું, પરંતુ એક વ્યક્તિ તરીકે કાં તો પછી એક કલાકાર તરીકે હું બદલાયો? જરા પણ નહીં.’

