Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું બોલું તો પણ તકલીફ અને ન બોલું તો પણ તકલીફ

હું બોલું તો પણ તકલીફ અને ન બોલું તો પણ તકલીફ

Published : 25 June, 2026 10:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રજનીકાંતે કહ્યું કે હવે મને ભાષણ આપવા માટે આમંત્રણ મળે ત્યારે થોડો સંકોચ અનુભવાય છે, કારણ કે મારી દરેક વાત ચર્ચાનો વિષય બની જાય છે

રજનીકાંત

રજનીકાંત


સુપરસ્ટાર રજનીકાંતે પોતાની આગામી ફિલ્મ ‘ધર્મન :  ધ ડેડલી ડૉક્ટર’ના ફર્સ્ટ લુકના લૉન્ચ પ્રસંગે પોતાના વિવેચકોને જવાબ આપતાં કહ્યું કે લોકો તેમની ચુપકીદી પર સવાલ ઉઠાવે છે અને જ્યારે તેઓ કંઈ બોલે છે ત્યારે પણ તેમની ટીકા કરવામાં આવે છે. ૭૫ વર્ષના રજનીકાંતે કહ્યું કે હવે તેમને ભાષણ આપવા માટે આમંત્રણ મળે ત્યારે થોડો સંકોચ અનુભવાય છે, કારણ કે તેમની દરેક વાત ચર્ચાનો વિષય બની જાય છે.

ચેન્નઈમાં યોજાયેલા કાર્યક્રમમાં રજનીકાંતે પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘કોઈ મને બોલવા માટે આમંત્રિત કરે ત્યારે મને સંકોચ થાય છે, કારણ કે હું બોલું તો પણ સમસ્યા અને ન બોલું તો પણ સમસ્યા. ક્યારેક મારા માટે તો ક્યારેક તમારા માટે. જો હું કંઈ ન બોલું તો લોકો કહે છે કે આ કેમ બોલતો નથી? શું મોઢામાં મોદક રાખ્યો છે? આમ, હું બોલું તો પણ તકલીફ અને ન બોલું તો પણ તકલીફ. ઘણાં વર્ષો પછી મને સમજાયું છે કે જે લોકો આપણને પસંદ નથી કરતા તેઓ આપણે કંઈ પણ કરીએ તો પણ પસંદ નહીં કરે. જે લોકો આપણને પસંદ કરે છે તેઓ આપણે જે કંઈ કરીએ એ બધું જ પસંદ કરશે એવું માનવું પણ મૂર્ખામી છે. આમ, સાવધ રહેવું જરૂરી છે. દરેક વ્યક્તિ મારી દરેક ક્રિયાને મંજૂરી આપશે એવી અપેક્ષા રાખવી વાસ્તવિક નથી અને જીવનમાં સાવચેતી રાખવી જરૂરી છે.’



લૉન્ચ થયો રજનીકાંતની ધર્મન : ધ ડેડલી ડૉક્ટરનો ફર્સ્ટ લુક


ગઈ કાલે રજનીકાંતની આગામી ફિલ્મ ‘ધર્મન :  ધ ડેડલી ડૉક્ટર’નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફર્સ્ટ લુકમાં રજનીકાંત પોતાના ખાસ અંદાજ અને સ્વૅગ સાથે જોવા મળી રહ્યા છે. આ ફર્સ્ટ લુકમાં રજનીકાંતનો એકદમ અલગ અંદાજ જોવા મળે છે. પોસ્ટરમાં રજનીકાંત ડૉક્ટર્સ દ્વારા પહેરવામાં આવતા મેડિકલ સ્ક્રબમાં જોવા મળે છે. તેમના હાથમાં સર્જિકલ બ્લેડ છે અને શરીર પર લોહીના ડાઘ દેખાઈ રહ્યા છે. પોસ્ટરમાં રજનીકાંતના પગ નીચે એક ઘાયલ ગુંડો પડ્યો છે અને રજનીકાંતે તેની છાતી પર સ્મિત સાથે પગ રાખ્યો છે. આ ફિલ્મનું નિર્માણ કમલ હાસનની કંપની રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનૅશનલ અને આર. મહેન્દ્રન દ્વારા કરવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મને આવતા વર્ષે પોંગલના અવસરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે પણ એની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 10:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK