રાજેશ ખન્નાની દોહિત્રી નાઓમિકા સરન અને અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને સાથે ચમકાવવાનું પ્લાનિંગ
અગસ્ત્ય નંદા, નાઓમિકા સરન
ઍક્ટર રાજેશ ખન્નાએ ભારતીય સિનેમામાં એક અનોખી છાપ છોડી છે. હવે તેમની દોહિત્રી નાઓમિકા સરન પણ બૉલીવુડમાં ડેબ્યુ માટે તૈયાર છે. નાઓમિકાની ઉંમર ૨૧ વર્ષ છે અને તે રાજેશ ખન્નાની બીજી દીકરી રિન્કી ખન્ના અને બિઝનેસમૅન સમીર સરનની દીકરી છે. રિપોર્ટ અનુસાર ફિલ્મમેકર દિનેશ વિજન નાઓમિકા સરન અને અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ પ્રોડ્યુસ કરવાના છે. ફિલ્મનું ટાઇટલ હજી નક્કી થયું નથી, પરંતુ એનું નિર્માણ મૅડૉક ફિલ્મ્સ હેઠળ થશે.
આ ફિલ્મનું ડિરેક્શન જગદીપ સિદ્ધુ કરવાના છે. તેઓ પંજાબી ફિલ્મોના જાણીતા નિર્માતા છે અને તેમણે ‘કિસ્મત’, ‘કિસ્મત 2’ અને ‘શાડા’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો બનાવી છે. હિન્દી સિનેમામાં ડિરેક્ટર તરીકે સિદ્ધુની પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મને મૅડૉક સ્ટાઇલમાં કમર્શિયલ એન્ટરટેઇનર તરીકે બનાવવામાં આવશે. એમાં રોમૅન્સ, ઉત્તમ મ્યુઝિક, ડાન્સ અને એક સારી વાર્તાનું કૉમ્બિનેશન જોવા મળશે.

