રાજના આ પ્રયાસના વાઇરલ થઈ રહેલા વિડિયો અને તસવીરોમાં રાજ કુન્દ્રા કારની આગળની સીટ પર બેઠો છે અને તેના ખોળામાં દીકરી સમીશા છે. તેમને જોઈને જ્યારે ફોટોગ્રાફર્સ તેમની તસવીર ક્લિક કરવા માંડે છે ત્યારે રાજ તરત પોતાના હાથથી દીકરીનો ચહેરો ઢાંકી દે છે.
ઍરપોર્ટ પર દીકરીનો ચહેરો સંતાડવાના રાજ કુન્દ્રાના ભારે પ્રયાસ
હાલમાં રાજ કુન્દ્રા પોતાના પરિવાર સાથે વેકેશન ગાળીને મુંબઈ ઍરપોર્ટ પર પાછો આવ્યો હતો. સામાન્ય રીતે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી ફોટોગ્રાફર્સ સાથે ફ્રેન્ડ્લી હોય છે, પણ આ વખત રાજ કુન્દ્રાએ પોતાની પાંચ વર્ષની દીકરી સમીશાને ફોટોગ્રાફર્સથી સંતાડવા માટે ભારે પ્રયાસ કર્યા હતા. રાજના આ પ્રયાસના વાઇરલ થઈ રહેલા વિડિયો અને તસવીરોમાં રાજ કુન્દ્રા કારની આગળની સીટ પર બેઠો છે અને તેના ખોળામાં દીકરી સમીશા છે. તેમને જોઈને જ્યારે ફોટોગ્રાફર્સ તેમની તસવીર ક્લિક કરવા માંડે છે ત્યારે રાજ તરત પોતાના હાથથી દીકરીનો ચહેરો ઢાંકી દે છે. આ સમયે શિલ્પા અને દીકરો વિવાન પણ કારમાં બેસેલાં જોવા મળે છે.


