સ્ત્રીના પ્રોડ્યુસરની ફિલ્મમાં જોવા મળશે શાહરુખ ખાન
શાહરુખ ખાન
‘સ્ત્રી’ને પ્રોડ્યુસ કરનાર અને વેબ-શો ‘ધ ફૅમિલી મૅન’ને ડિરેક્ટર કરનાર રાજ નિદિમોરું અને ક્રિષ્ણા ડીકેની ફિલ્મમાં શાહરુખ ખાન જોવા મળશે. લગ્ન પર આધરિત સ્ટોરીમાં શાહરુખ ખાન એકદમ પર્ફેક્ટ છે રાજ-ડીકે એ જ લઈને આવી રહ્યાં છે. આ વિશે ડીકેએ કહ્યું હતું કે ‘આ અમારી ફૅવરિટ સ્ક્ર્પિટ છે જેના પર અમે ઘણાં સમયથી કામ કરી રહ્યાં હતાં. અમે શાહરુખને મળ્યાં અને તેની સાથે સ્ક્રિપ્ટની ચર્ચા કરી હતી. અમારી ફિલ્મના યુનિવર્સને તેણે પણ એન્જોય કરી હતી. આ સ્ટોરીમાં એવી ઘણી વાત છે જે અમારી સાથે જોડાયેલી છે.’
રાજ-ડીકે હાલમાં એન્થની અને જોરુસો સાથે ‘સિટાડેલ’ના હિન્દી વર્ઝન પર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૦ના મધ્યમાં શૂટ કરવામાં આવશે એ વિશે જણાવતાં રાજે કહ્યું હતું કે ‘આ ફિલ્મને ઑફિશ્યલી ક્યારે અનાઉન્સ કરવી એ શાહરુખ પર નિર્ભર છે. તેઓ હાલમાં તેમની તારીખ પર કામ કરી રહ્યાં છે.’