Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્મિતા પાટીલની જન્મજયંતી પર તેમને યાદ કરું છું - રાજ બબ્બર

સ્મિતા પાટીલની જન્મજયંતી પર તેમને યાદ કરું છું - રાજ બબ્બર

Published : 18 October, 2026 08:21 AM | Modified : 18 October, 2026 09:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજ બબ્બરે સોશ્યલ મીડિયા પર સ્મિતા પાટીલની તસવીર શૅર કરીને તેમના માટે એક ભાવુક નોંધ પણ લખી છે. તેમણે સ્મિતાના સ્વભાવ અને અભિનયનાં વખાણ કરતાં લખ્યું કે ‘સ્મિતામાં એક દુર્લભ સંવેદનશીલતા હતી. તેમની જીવનયાત્રા દુર્ભાગ્યે બહુ ટૂંકી રહી.

સ્મિતા પાટીલ, રાજ બબ્બર

સ્મિતા પાટીલ, રાજ બબ્બર


ગઈ કાલે સ્મિતા પાટીલની ૭૧મી જન્મજયંતી હતી. આ દિવસે રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અને અભિનેતા રાજ બબ્બરે તેમનાં દિવંગત પત્ની સ્મિતા પાટીલને યાદ કર્યાં છે. તેમણે જણાવ્યું છે કે આજે પણ તેમને સ્મિતા પાટીલની યાદ આવે છે. રાજ બબ્બરે સોશ્યલ મીડિયા પર સ્મિતા પાટીલની તસવીર શૅર કરીને તેમના માટે એક ભાવુક નોંધ પણ લખી છે. તેમણે સ્મિતાના સ્વભાવ અને અભિનયનાં વખાણ કરતાં લખ્યું કે ‘સ્મિતામાં એક દુર્લભ સંવેદનશીલતા હતી. તેમની જીવનયાત્રા દુર્ભાગ્યે બહુ ટૂંકી રહી, પણ તેમની કલાએ અમીટ છાપ છોડી છે. તેમણે માત્ર પાત્રો ભજવ્યાં નહોતાં, પણ એના આત્મામાં જાણે જીવ રેડ્યો હતો. મને તેમની યાદ આવે છે. તેમની હૂંફ, તેમની અસાધારણ પ્રતિભા અને તેમને વિશેષ બનાવતી દરેક બાબત આજે પણ યાદ આવે છે. સ્મિતા પાટીલની જન્મજયંતી પર તેમને યાદ કરું છું. તેમનો વારસો આજે પણ પેઢી દર પેઢીને પ્રેરિત કરે છે, ભાવવિભોર કરે છે અને લોકોના હૃદયમાં ગુંજતો રહે છે. કલાકારો જ્યારે બોલાવાય છે ત્યારે આ દુનિયા છોડી જાય છે, પણ સ્મિતા પોતાને સ્પર્શેલા દરેક હૃદયમાં પોતાના વ્યક્તિત્વનો એક અંશ છોડીને ગયાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK