બિઝનેસ ક્લાસના પૅસેન્જર્સ માટે લાઉન્જની સુવિધા ન હોવાથી તે ખૂબ અકળાઈ ગયો હતો

રાહુલ બોઝ
રાહુલ બોઝ વિસ્તારા ઍરલાઇનની સર્વિસથી ખાસ્સો રોષે ભરાયો હતો. બિઝનેસ ક્લાસના પૅસેન્જર્સ માટે લાઉન્જની સુવિધા ન હોવાથી તે ખૂબ અકળાઈ ગયો હતો. પોતાને થયેલી તકલીફ તેણે સોશ્યલ મીડિયામાં તો ઠાલવી, પરંતુ સાથે જ તેનાથી એક ભૂલ પણ થઈ ગઈ હતી. તેણે ટૅગ કરતી વખતે વિસ્તારા ઍરલાઇનને બદલે વિસ્તારા નામની મહિલાને ટૅગ કરી હતી. જોકે રાહુલની ફરિયાદ ઍરલાઇનના ધ્યાનમાં આવતાં તેમણે તેને રિપ્લાય પણ આપ્યો હતો. પોતાને પડેલી મુશ્કેલી વિશે ટ્વિટર પર રાહુલે ટ્વીટ કર્યું હતું, ‘બેદરકાર ગ્રાઉન્ડ સ્ટાફ, બિઝનેસ ક્લાસના પૅસેન્જર્સ માટે લાઉન્જની વ્યવસ્થા નહોતી, ફૂડ દેખાતું હતું આકર્ષક, પરંતુ ખાવાલાયક નહોતું. માસ્કના પ્રોટોકૉલ મરજી પ્રમાણે ચલાવવામાં આવતા હતા. આ અઠવાડિયામાં ચાર વખત મેં વિસ્તારા દ્વારા પ્રવાસ કર્યો હતો. દરેક માપદંડ પર ખરાબ પુરવાર થયો છે. #UK956 અમદાવાદ-મુંબઈ.’

