કહ્યું કે અમારા પરિવારને આ વિવાદથી કોઈ ફરક નથી પડતો
પૂજા ભટ્ટની એક તસવીર જે બહુ વિવાદાસ્પદ બની હતી
૯૦ના દાયકામાં મહેશ ભટ્ટ અને તેમની દીકરી પૂજા ભટ્ટની એક તસવીર બહુ વિવાદાસ્પદ બની હતી. એક મૅગેઝિન માટે કરાયેલા ફોટોશૂટમાં મહેશ ભટ્ટે પોતાની વયસ્ક દીકરી પૂજા સાથે લિપકિસ કરતાં મોટો વિવાદ થયો હતો. હાલમાં એક ઇન્ટરવ્યુમાં મહેશ ભટ્ટના દીકરા અને પૂજા ભટ્ટના ભાઈ રાહુલ ભટ્ટે આ વિવાદાસ્પદ તસવીર વિશે વાત કરી કરી છે. મહેશ ભટ્ટે પહેલાં લગ્ન કિરણ ભટ્ટ સાથે કર્યાં હતાં અને રાહુલ ભટ્ટ તેમ જ પૂજા ભટ્ટ આ લગ્નને કારણે થયેલાં સંતાનો છે.
રાહુલ ફિટનેસ ટ્રેઇનર છે અને હાલમાં તેણે આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અમારા પરિવારને આ વિવાદથી કોઈ ફરક નથી પડતો. અમને બધાને હકીકતની ખબર છે. અમે બાળપણથી આ વાતાવરણમાં જ મોટા થયા છીએ. ફિલ્મી પરિવારમાં ઉછેર થયો હોવાને કારણે ફિલ્મી પરિવારનાં બાળકો આ પ્રકારના વિવાદથી ઇમ્યુન થઈ જાય છે. મારી સાથે અને મારી બહેન સાથે આવું જ થયું છે. ફિલ્મી પરિવારનાં બાળકો કાં તો કન્ફ્યુઝ હોય છે અથવા તો બહુ મજબૂત હોય છે. લોકોને એમ લાગે છે કે અમારા પર પણ વિવાદોની અસર થતી હશે, પણ નથી થતી.’

